Gujarati Video : નડિયાદમાં ક્રિકેટર અક્ષર પટેલનું રિસેપ્શન યોજાયું, જીવનની નવી ઇનિંગ શરૂ કરી

TV9 GUJARATI

|

Updated on: Jan 27, 2023 | 10:48 PM

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. ગઇકાલે વડોદરામાં તેમના લગ્ન યોજાયા હતા. જ્યારે આજે ખેડામાં અક્ષર પટેલનું રિસેપ્શન યોજાયું હતું.. એક ખાનગી પાર્ટી પ્લોટમાં તેમનું રિસેપ્શન યોજાયું હતુું. મહત્વનું છે કે, નડિયાદની મેહા પટેલ સાથે લગ્ન કરીને તેમણે પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે.

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. ગઇકાલે વડોદરામાં તેમના લગ્ન યોજાયા હતા. જ્યારે આજે ખેડામાં અક્ષર પટેલનું રિસેપ્શન યોજાયું હતું.. એક ખાનગી પાર્ટી પ્લોટમાં તેમનું રિસેપ્શન યોજાયું હતુું. મહત્વનું છે કે, નડિયાદની મેહા પટેલ સાથે લગ્ન કરીને તેમણે પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે.ભારતીય ટીમના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ ગુરુવારે  લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. તેના લગ્ન સંબંધિત કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.

લગ્નમાં ઘણા ઓછા ક્રિકેટરો જોવા મળ્યા હતા

અક્ષર પટેલના લગ્ન ખુબ ધૂમધામથી પૂરા થયા હતા. તેની લગ્નમાં ઘણા ઓછા ક્રિકેટરો જોવા મળ્યા હતા. ક્રિકેટની મેચમાં વ્યસ્ત હોવાથી ઘણા સાથી ક્રિકેટરો અક્ષર પટેલના લગ્નમાં જોડાઈ શકયા ન હતા. આ બધા વચ્ચે હાલમાં અક્ષર પટેલની એક ડિજીટલ કંકોત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આમંત્રિત મહેમાનોને મોકલવામાં આવ્યો હતો.

તસવીરોમાં બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે

સંગીત સેરેમનીમાં અક્ષર પટેલ અને મેહાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય મેહા અને અક્ષરની હલ્દીની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે. આ સાથે ગળામાં પીળા ફૂલોની માળા પણ જોવા મળે છે.

અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાની સાથે છે. બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ મેહા પણ સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન શેર કરતી રહે છે. ઘણી વખત તે અને અક્ષર રજાઓ પર પણ ગયા છે. તાજેતરમાં તેઓ અમેરિકાની મુલાકાતે ગયા હતા.

આ પણ વાંચો : Ahmebabad માં હવે ગુનેગારોની ખેર નહિ, શહેર પોલીસ ડ્રોનથી વોચ રાખી ગુનેગારો પકડશે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati