AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : આવી હતી ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલના લગ્નની ડિજીટલ કંકોત્રી, જુઓ મઝેદાર વીડિયો

અક્ષર પટેલના લગ્ન ખુબ ધૂમધામથી પૂરા થયા હતા. તેની લગ્નમાં ઘણા ઓછા ક્રિકેટરો જોવા મળ્યા હતા. હાલમાં અક્ષર પટેલની એક ડિજીટલ કંકોત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આમંત્રિત મહેમાનોને મોકલવામાં આવ્યો હતો. 

Viral Video : આવી હતી ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલના લગ્નની ડિજીટલ કંકોત્રી, જુઓ મઝેદાર વીડિયો
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 9:38 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ અને ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ક્રિકેટર ઘોડીએ ચઢયો છે. જણાવી દઈએ કે 23 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. હાલમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ પણ લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. તેના લગ્ન સંબંધિત કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.

અક્ષર પટેલના લગ્ન ખુબ ધૂમધામથી પૂરા થયા હતા. તેની લગ્નમાં ઘણા ઓછા ક્રિકેટરો જોવા મળ્યા હતા. ક્રિકેટની મેચમાં વ્યસ્ત હોવાથી ઘણા સાથી ક્રિકેટરો અક્ષર પટેલના લગ્નમાં જોડાઈ શકયા ન હતા. આ બધા વચ્ચે હાલમાં અક્ષર પટેલની એક ડિજીટલ કંકોત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આમંત્રિત મહેમાનોને મોકલવામાં આવ્યો હતો.

અક્ષર પટેલના લગ્નની ડિજીટલ કંકોત્રી

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

સંગીત સેરેમનીમાં અક્ષર પટેલ અને મેહાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય મેહા અને અક્ષરની હલ્દીની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે. આ સાથે ગળામાં પીળા ફૂલોની માળા પણ જોવા મળે છે.

અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાની સાથે છે. બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ મેહા પણ સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન શેર કરતી રહે છે. ઘણી વખત તે અને અક્ષર રજાઓ પર પણ ગયા છે. તાજેતરમાં તેઓ અમેરિકાની મુલાકાતે ગયા હતા.

આ પણ વાંચો : Viral Video : ધોનીને જોતા જ ભારતીય ખેલાડી થયા આશ્ચર્યચકિત, પરંતુ એક ખેલાડીના મોંમાંથી અવાજ ન નીકળ્યો

આ ટી-20 સિરીઝમાં નહીં જોવા મળે અક્ષર પટેલ

આ વર્ષની શરુઆતમાં જ શ્રીલંક વિરુદ્ધની ટી-20 અને વનડે સિરીઝમાં અક્ષર પટેલ ભારતીય ટીમનો ભાગ હતો. તેણે ભારતને જીત અપાવવામાં સારી ભૂમિકા ભજવી હતી. આજે શુક્રવારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ શરુ થવા જઈ રહી છે. લગ્નને કારણે અક્ષર પટેલ ભારતીય ટીમમાં સામેલ થઈ શકશે નહીં.

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">