Gujarati Video : કોંગ્રેસની પેપરલીક કાંડ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 7:29 PM

ગુજરાતમાં એક તરફ સરકાર વિધાનસભા સત્રમાં નવો કાયદો ઘડવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભામાં ગૂંજશે જુનિયર ક્લાર્ક પેપરકાંડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પેપર ફૂટવા અંગે કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે.વિપક્ષી નેતા અમિત ચાવડાએ પેપરકાંડને લઇને સરકાર પર પ્રહાર કર્યો.કોંગ્રેસનો આરોપ છે કે અગાઉના પેપરકાંડમાં કડક કાર્યવાહીના અભાવે રાજ્યમાં ફરી પેપર ફૂટ્યું

ગુજરાતમાં એક તરફ સરકાર વિધાનસભા સત્રમાં નવો કાયદો ઘડવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભામાં ગૂંજશે જુનિયર ક્લાર્ક પેપરકાંડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પેપર ફૂટવા અંગે કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે.વિપક્ષી નેતા અમિત ચાવડાએ પેપરકાંડને લઇને સરકાર પર પ્રહાર કર્યો.કોંગ્રેસનો આરોપ છે કે અગાઉના પેપરકાંડમાં કડક કાર્યવાહીના અભાવે રાજ્યમાં ફરી પેપર ફૂટ્યું.કોંગ્રેસે માગ કરી છે કે સરકાર પેપરકાંડની સાચી હકીકતો જાહેર કરે અને શ્વેતપત્ર બહાર પાડીને પેપરલીકની વિગતો જાહેર કરે. અમિત ચાવડાની માગ છે કે વિધાનસભાના બજેટ સત્રમાં પેપર ફૂટવા અંગે એક દિવસની ચર્ચા કરવામાં આવે

લાખો યુવાનોના સપના તૂટી રહ્યા છે

આ ઉપરાંત ગુજરાતમાં વારંવાર પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનના રિપોર્ટની વિગતો સાથે ભાજપ સરકારની નીતિ-નિયતને ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની 14 ઘટનાઓ થઇ થઇ છે. ગુજરાતમાં પેપરલીક ઘટનાઓથી ગુજરાતના લાખો યુવાન યુવતીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં રાત દિવસ મહેનત કરીને તૈયારી કરતા હોય છે તે લાખો યુવાનોના સપના તૂટી રહ્યા છે. બેફામ નાણાંના ટુકા રસ્તા-ભ્રષ્ટાચારી વ્યવસ્થા અને વગ ધરાવતા મોટા લોકોના લીધે પેપર લીક-ગેરરીતિઓની અનેક ધટનાઓ ભાજપ સરકારમાં બની છે.

ગુજરાતમાં પેપરલીકમાં મોટી માછલીઓ કાયદાના પકડથી દુર છે

સપ્ટેમ્બરમાં મળેલ સત્રમાં સરકાર ઈચ્છત તો પેપર લીક અંગેનો કાયદો બની શક્યો હોત. ભાજપ સરકાર પેપરલીક અંગે ફેસ સેવિંગ કરવાને બદલે ગુજરાત સ્ટેટ લૉ કમિશનના અહેવાલને આધારે તાત્કાલિક વિશેષ કાયદો ઘડે. અહેવાલમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું હતું છે કે પેપર કાંડમાં વગ ધરાવનાર લોકોની ગોઠવણ હોવાથી મોટા માથા ભ્રષ્ટાચારીઓ પકડાતા નથી. પેપર લીકકાંડમાં લાખો રૂપિયાનો વેપાર થાય છે લાખો રૂપિયામાં પેપર વેચવામાં આવે છે. ગુજરાત સ્ટેટ લૉ કમિશને સ્પષ્ટપણે તારણ રજૂ કર્યું છે કે ગુજરાતમાં પેપરલીકમાં મોટી માછલીઓ કાયદાના પકડથી દુર છે અને નાની માછલીઓ પકડાય છે તે નોધ્યું છે.

વિધાનસભા સત્રમાં એક દિવસ સંપૂર્ણપણે ગુજરાતમાં થતા વારંવાર પેપરલીકની ઘટનો અંગે ચર્ચા કરવામાં આવે તેમજ ગુજરાત સ્ટેટ લૉ કમિશનના અહેવાલ અંગે ભાજપ સરકાર ગંભીરતા દાખવે, કડક જોગવાઈ સાથે વિશેષ કાયદા માટે બજેટ સત્રમાં સરકાર બીલ લાવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

આ પણ વાંચો : Gandhinagar : આ બજેટ ભારતને આત્મનિર્ભર તરફ આગળ લઇ જનારું, મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati