ઇ-ટ્રાફિક કોર્ટને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલ અરજીના મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે.ઈ ટ્રાફિક કોર્ટ અને ઈ ચલણની કામગીરીનો અહેવાલ રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયો છે.વન નેશન અને વન ચલણ અંતર્ગત સરકાર કામ કરતી હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ છે. જેમાં સરકારે વિવિધ મુદ્દા કોર્ટમાં રજૂ કર્યા હતા. રાજ્ય ભરમાં આવેલા સીસીટીવી મારફતે ચલણ મોકલવાની કામગીરી બેંકમાં ભરાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા હોવાની જાણકારી હાઇકોર્ટને આપી હતી.દંડ તરીકે જમા થયેલી રકમ સીધે સીધી ગુજરાત રોડ સેફ્ટી ફંડ તરીકે જમા થશે.
જેમાં પ્રાથમિક ધોરણે રાજ્યના ચાર મુખ્ય શહેરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અમલ થશે.રાજ્યના તમામ CCTVને ગૃહ વિભાગ સાથે જોડવામાં આવ્યા છે. ઈ ચલણ મામલે સરળ સંચાલન થઈ શકે તે માટે 7 જાન્યુઆરી 2023ના રોજ ટ્રાયલ રન કરાયો હતો.તે મુદ્દે કોર્ટમાં રજૂઆત કરાઈ છે.
જ્યારે અમદાવાદ શહેરમાં 16 જાન્યુઆરી 2023થી વન નેશન, વન ચલણ અંતર્ગત કામગીરી શરૂ થઈ હતી.રાજ્ય સરકારે 13 માર્ચ 2023 સુધી કરેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ પણ હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો.સરકારે અમદાવાદમાં 38 હજાર 528, રાજકોટમાં 33 હજાર 550, સુરતમાં 49 હજાર 509 સહિત કુલ 1 લાખ 21 હજાર 587 ઇ ચલણ કર્યા છે.
વડોદરામાં હજુ સુધી ઇ -ચલણની કામગીરી શરૂ ન થઈ હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો હતો.ઇસ્યુ કરાયેલા ઈ ચલણ 90 દિવસની અંદર ભરપાઈ કરવાના કોર્ટનો હુકમ છે.બીજી તરફ અમદાવાદની મેટ્રો કોર્ટમાં રૂમ નંબર 16ને ટ્રાફિક કોર્ટ જાહેર કરવામાં આવી છે.રાજ્યના વિશ્વાસ પ્રોજેક્ટને પણ ચલણ ઇસ્યુ કરવા માટે વપરાશમાં લેવામાં આવતી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર છે.