AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ગુજરાત સહિત 6 રાજ્યોને લખ્યો પત્ર, કોરોના કેસ વધતા આ પાંચ વ્યૂહરચના પર કામ કરવા આદેશ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પરીક્ષણ, ટ્રેક, સારવાર અને રસીકરણની પાંચ વ્યૂહરચનાનું પાલન કરવા પત્ર લખ્યો છે કારણ કે આ રાજ્યોમાં કોવિડ -19 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Breaking News: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ગુજરાત સહિત 6 રાજ્યોને લખ્યો પત્ર, કોરોના કેસ વધતા આ પાંચ વ્યૂહરચના પર કામ કરવા આદેશ
Health and Family Welfare Ministry writes letter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 6:17 PM
Share

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં કોરોના કેસ ફરી વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પરીક્ષણ, ટ્રેક, સારવાર અને રસીકરણની પાંચ વ્યૂહરચનાનું પાલન કરવા પત્ર લખ્યો છે કારણ કે આ રાજ્યોમાં કોવિડ -19 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં H3n2 ફલૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ગુજરાત સહિત 6 રાજ્યોને લખ્યો આ પત્ર લખ્યો છે.

જાણો શું છે H3N2ના લક્ષણો

H3N2 ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા સામેલ છે. ડોકટરોના મતે, આ ફ્લૂ સામાન્ય રીતે 5 થી 7 દિવસ સુધી રહે છે. ચિંતાજનક વાત એ છે કે ફ્લૂના ત્રીજા દિવસે તાવ ઉતરી જાય છે, પરંતુ તેમાંથી આવતી ઉધરસ 3 અઠવાડિયા સુધી રહી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દિલ્હી-એનસીઆરમાં 40 ટકા લોકો આ ફ્લૂ સામે લડી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા લોકો પોસ્ટ વાયરલ બ્રોન્કાઇટિસના કારણે હોસ્પિટલમાં આવી રહ્યા છે.

આ વાયરસનો ઇતિહાસ શું છે ?

2011 માં, એવિયન, સ્વાઈન અને હ્યુમન ફ્લૂ વાયરસના જનીનો સાથેનો ચોક્કસ H3N2 વાયરસ અને 2009ના H1N1 રોગચાળાના વાયરસમાંથી M જીન પ્રથમ વખત મળી આવ્યો હતો. આ વાયરસ 2010 થી ડુક્કરમાં ફરતો હતો અને 2011 માં પ્રથમ વખત માનવોમાં જોવા મળ્યો હતો. 2009 M જનીનનો સમાવેશ આ વાયરસને અન્ય સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કરતાં લોકોને વધુ સરળતાથી સંક્રમિત કરવાની મંજૂરી આપે છે.

આ લોકો વધારે જોખમમાં છે

હેલ્થ એક્સપર્ટના મતે આ વાયરસ દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં દસ્તક દે છે. તેનું કારણ હવામાનમાં આવેલ ફેરફાર છે. જો કે, આ સમય દરમિયાન લોકોએ પોતાની જાતની ખૂબ કાળજી લેવાની જરૂર છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે 5 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આ વાયરસનું જોખમ વધારે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">