Gujarati Video: ગુજરાતમાં વિકાસના મોટા દાવા વચ્ચે 1.25 લાખથી વધુ બાળકો કુપોષિત, ઓછા વજનવાળા 24 હજારથી વધારે બાળકો

TV9 GUJARATI

|

Updated on: Mar 16, 2023 | 7:02 PM

Gandhinagar: વિકસીત ગુજરાતમાં કુપોષણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે કુપોષણના આંકડા જાહેર કર્યા છે. જેમા રાજ્યમાં 1 લાખ 25 હજાર 700 બાળકો કુપોષિત હોવાનુ સામે આવ્યુ છે.

ગુજરાતમાં વિકાસના મોટા દાવા વચ્ચે 1 લાખ 25 હજાર 700 સાત બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં 24,121 બાળકો અતિ ઓછા વજનવાળા છે. નર્મદા જિલ્લામાં સૌથી વધારે 12,492 કુપોષિત બાળકો છે. જ્યારે વડોદરામાં 11,322 બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ કુપોષિત બાળકો અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ આપ્યો.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કુપોષણના આંકડા ચોંકાવનારા છે. બાળકોને નાનપણથી પોષણ મળવુ જરૂરી છે. જન્મથી જ બાળક તંદુરસ્ત જન્મે તેના માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. જો કે અમુક કિસ્સાઓમા જરૂરતમંદ કુટુંબો સુધી આ યોજના પહોંચતી જ નથી.

દૂધ સંજીવની યોજનાના દૂધના પાઉચ ફેંકાયેલા મળ્યા

એક તરફ સરકાર છેવાડાના અંતરિયાળ વિસ્તારના બાળકોને પોષણ મળી રહે તે માટે દૂધ સંજીવની યોજના ચલાવી રહી છે. પરંતુ તંત્રની બેદરકારીના પાપે ઘણા કિસ્સાઓમાં આ દૂધ બાળકો સુધી પહોંચતુ જ નથી. થોડા દિવસ પહેલા જ તાપીમાં દૂધ નદીમાં ફેંકાયેલા દૂધ સંજીવની યોજનાના હજારો પાઉચ રજળતા મળી આવ્યા હતા.

હજુ આ ઘટનામાં તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાનો આદેશ કરાયો છે. જો કે હજુ આ મામલે કોઈ કાર્યવાહી નથી થઈ ત્યા છોટા ઉદેપુરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જ્યા દૂધ સંજીવની યોજનાના દૂધ ડુક્કર પી રહ્યા છે. તંત્રની આ પ્રકારની કામગીરીને પગલે બાળકો સુધી તો દૂધ પહોંચતુ જ નથી.

આ પણ વાંચો: Gujarat માં કુપોષણનું પ્રમાણ ઘટાડવા સરકારની પહેલ, દરરોજ આંગણવાડીઓમાં 60.02 લાખ બાળકોને પોષણ સહાયનું વિતરણ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati