Gujarati Video: સુરત જિલ્લાના ઘલા માવઠાથી ગામમાં કેળા અને કેરીનો પાક જમીનદોસ્ત
ઘલા ગામની વાત કરીએ તો ગામના મોટાભાગના ખેડુતો કેરી, કેળા સહિતની ખેતી કરે છે અને આ ખેતીમાં જે પણ આવક થાય તેના પર આખા વર્ષનું આયોજન કરે છે પણ વરસેલા માવઠાએ ખેડૂતોના આયોજન પર પાણી ફેરવી દીધું હતું.
પર્યાવરણના ખોરવાયેલા સંતુલનને કારણે ઋતુચક્રમાં આવતા છાશવારેના પરિવર્તનના કારણે મોસમમાં બદલાવ આવી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો છે. જેમાં કામરેજ તાલુકાના ઘલા સહિતના ગામડામાં કમોસમી માવઠા સહિતના વાવાઝોડાએ ખેતરોમાં ઊભા પાકનું નુકસાન નોતર્યું છે
ઘલા ગામમાં કેળા અને કેરીનો પાક જમીનદોસ્ત
ઘલા ગામની વાત કરીએ તો ગામના મોટાભાગના ખેડૂતો કેરી, કેળા સહિતની ખેતી કરે છે અને આ ખેતીમાં જે પણ આવક થાય તેના પર આખા વર્ષનું આયોજન કરે છે પણ વરસેલા માવઠાએ ખેડૂતોના આયોજન પર પાણી ફેરવી દીધું હતું અને ભારે પવન સાથે વરસેલા માવઠાના કારણે કેળની ડાળીઓ તૂટી જવાથી કેળાની લૂમો જમીનદોસ્ત થઈ ગઈ છે.
માવઠાનો માર કેરી પકવતા ખેડૂતોને પણ સહન કરવાનો વારો આવ્યો છે. ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે કેરીઓ ખરી પડી છે. જે કેરીઓ તૈયારી થવાની તૈયારીમાં હતી તે કેરીઓ ખરી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કેરીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની આખી સિઝન પર પાણી ફરી વળ્યું છે.
હાલ જ્યારે કમોસમી વરસાદ બંધ થયો છે, ત્યારે ખેડૂતો વાડીએ પહોંચ્યા છે અને પાક બચાવવા કામે લાગ્યા છે. ખેડૂતોની માગ છે કે તેમને થયેલા નુકસાનનો ત્વરિતે સરવે થાય અને સહાય ચૂકવવામાં આવે. જેથી પાયમાલ બનેલા ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે અને ઉનાળુ પાકનું વાવેતર કરી શકે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…