Gujarati Video: અમરેલી: રાજુલાના કોવાયા નજીક એકસાથે 7 સિંહોના આંટાફેરા, ગરમીને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં વધી સિંહોની અવરજવર

Gujarati Video: અમરેલી: રાજુલાના કોવાયા નજીક એકસાથે 7 સિંહોના આંટાફેરા, ગરમીને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં વધી સિંહોની અવરજવર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 10:26 PM

Amreli: રાજુલા તાલુકાના કોવાયા ગામમાં એકસાથે 7 સિંહો રોડ ક્રોસ કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. હાલ ગરમીની સીઝનમાં દરિયાકાંઠા આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી છે.

સામાન્ય રીતે ગીર વિસ્તાર અને અમરેલીના રાજુલા, કોવાયા, ખાંભા, ધારી રેન્જમાં સિંહના આંટાફેરાની ઘટના સામાન્ય છે. સિંહના આટાફેરાના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ અત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામનો એકસાથે 7 સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. પાણીની શોધમાં એકસાથે 7 સિંહ (Lion) રોડ ક્રોસ કરતા નજરે ચડી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઉનાળાની ઋતુમાં સિંહ વધુ ખુલ્લા વાતાવરણમાં રહેવાનુ પસંદ કરે છે. ખાસ કરીને દરિયાકાંઠા જેટી વિસ્તારમાં ઠંડુ વાતાવરણ હોવાને કારણે સિંહોની અવરજવર વધુ રહે છે.

હાલ કાળઝાળ ગરમીથી વન્ય જીવો પણ પરેશાન છે, ગરમીથી ત્રસ્ત સિંહોની દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર વધી છે. પાણી અને શિકારની શોધમાં એકસાથે સાત સિંહોની લટાર જોવા મળી છે. આ વીડિયો રાજુલાના કોવાયા ગામનો છે, જ્યાં સિંહો રોડ ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચો: ફરી અમરેલી જિલ્લામાં સિંહોનું પેટ્રોલિંગ ! કોવાયા ગામ નજીક લટાર મારતા જોવા મળ્યા 5 સિંહ, જુઓ VIDEO

સામાન્ય રીતે ઉનાળા દરમિયાન સિંહો પાણી અને નદીકાંઠા વિસ્તારો શોધતા હોય છે. અહીં કોવાયા નજીક વહેલી સવારે અને સાંજના સમયે સિંહોનું ટોળુ પાણી પીવા માટે અવર જવર કરી રહ્યા છે. ખાનગી કંપની નજીક દરિયાકાંઠો હોવાને કારણે દરિયાઈ ખાડી પણ છે અને ઠંડુ વાતાવરણ પણ વધુ જોવા મળે છે. થોડા દિવસ અગાઉ કોવાયા ગામમાં આખલાએ 5 સિંહોને ભગાડ્યા હતા તેવો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">