ફરી અમરેલી જિલ્લામાં સિંહોનું પેટ્રોલિંગ ! કોવાયા ગામ નજીક લટાર મારતા જોવા મળ્યા 5 સિંહ, જુઓ VIDEO
રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ ખાનગી કંપનીમાં ટ્રકના પાર્કિંગમાં 5 સિંહો આવી ચડ્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે. શિકાર નહી મળતા હાલ સિંહો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે.
AMRELI : રાજુલાનું જાફરાબાદ પંથકનુ પીપાવાવ પોર્ટ જાણે સિંહોનું નવુ નિવાસસ્થાન બની રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ગઈ કાલે રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ ખાનગી કંપનીમાં ટ્રકના પાર્કિંગમાં 5 સિંહો આવી ચડ્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે. શિકાર નહી મળતા હાલ સિંહો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે.
અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર#Lions #Amreli #Gujarat #TV9News pic.twitter.com/XhmUfxIeDB
— Tv9 Gujarati (@tv9gujarati) February 20, 2023
અમરેલી જિલ્લો સિંહનું ઘર
અમરેલી જિલ્લો સિંહનું ઘર મનાય છે અને સિંહો અહીં ઠેર- ઠેર આટાંફેરા મારતા નજરે પડે છે. જો કે હવે અહીં દીપડા પણ અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં જ સિંહ અને દીપડો થોડા થોડા સમયના અંતરે એક જ ટાંકીમાંથી પાણી પી રહ્યા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. અમરેલીના સાવરકુંડલાના મહુવા રોડ પર સિંહ અને દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. મહુવા રોડની ખોડિયાર પાર્ક સોસાયટી નજીક સિંહણ અને દીપડો સીસીટીવીમાં કેદ થયા હતા.
CCTV માં જોવા મળે છે કે ઘરની દીવાલની બહાર એક પાણીની કુંડી છે તેમાં સૌ પહેલા દીપડો પાણી પીવા આવે છે અને ત્યાર બાદ થોડો સમય પસાર થાય છે એટલે સિંહ પણ ત્યાં જ પાણી પીવા આવે છે. તો થોડો સમય પસાર થયા બાદ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે દીપડો કોઈ પ્રાણીનો શિકાર કરવા માટે દોટ લગાવે છે.