Amreli : સિંહના ટોળાને ઉભી પૂંછડિયે ભાગવું પડ્યું, જુઓ Video
કોવાયા ગામમાં આખલાએ સિંહને દોડાવ્યા,, તે ગામમાં અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી. જેમાં આખલાએ સિંહના ટોળાને દોડાવ્યું હતું.. એટલે કહી શકાય કે જંગલના રાજા હવે આખલાથી પણ ડરવા લાગ્યા છે..
સિંહને જંગલનો રાજા કહેવાય છે. સિંહ (Lion) ભલે એકલો હોય પણ તેનાથી જંગલના બધા જ પ્રાણીઓ ડરતા હોય છે.. પરંતુ અમરેલી(Amreli) જિલ્લમાં જે ઘટના સામે આવી છે તે તદ્દન વિપરિત છે..રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના ટોળાને ઉભી પૂંછડિયે ભાગવું પડ્યું..એક આખલાએ સિંહના ટોળાને રસ્તા પર દોડાવ્યું.. જેનો વીડિયો સામે આવ્યો છે.. જેમાં આખલો પાછળ પડતાં 3 સિંહ ભાગતા જોવા મળે છે.. આ દ્રશ્યો પરથી તો લાગે છે કે સિંહ ફક્ત જંગલ પૂરતો જ રાજા છે,, રસ્તા ઉપર તો તે આખલાથી પણ ડરે છે.
આવું એટલા માટે કહી શકાય કારણ કે જે કોવાયા ગામમાં આખલાએ સિંહને દોડાવ્યા,, તે ગામમાં અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી. જેમાં આખલાએ સિંહના ટોળાને દોડાવ્યું હતું.. એટલે કહી શકાય કે જંગલના રાજા હવે આખલાથી પણ ડરવા લાગ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…