Gujarati Video: કંપની સેક્રેટરીની પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓએ મારી બાજી, એક્ઝિક્યુટિવ Top-10માં અમદાવાદના 3 વિદ્યાર્થી
Ahmedabad: કંપની સેક્રેટરીની પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો છે. Top 10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ આવ્યા છે. ICSIની વેબસાઈટ પર આ પરિણામ જાહેર થયુ છે. જૂન 2023માં આ પરીક્ષા યોજાઈ હતી. વિષય પ્રમાણે અલગ અલગ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
Ahmedabad: ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાની જૂન 2023 માં લેવાયેલ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષાના પરિણામો જાહેર થયા જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. પ્રોફેશનલમાં અમદાવાદની જેની પંચમટીયા દેશમાં બીજા સ્થાને આવી છે જ્યારે સીએસ એક્ઝિક્યુટિવ માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા છે.
ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનો ડંકો
કંપની સેક્રેટરીઝ ની જૂન 2023માં લેવાયેલ પરીક્ષાના પરિણામની વાત કરવામાં આવે તો ગુજરાતનું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષાનું મોડ્યુલ 1 નું પરિણામ 8.90, અને મોડ્યુલ 2 નું પરિણામ 14.02% જાહેર થયું છે. ગુજરાત નું પ્રોફેશનલ પ્રોગ્રામ નું મોડ્યુલ એક નું પરિણામ 7.79, મોડ્યુલ 2 નું 6.09 અંને મોડ્યુલ 3 નું પરિણામ 14.05% આવ્યું છે. જેમાં અમદાવાદ સેન્ટર નું પ્રોફેશનલ પ્રોગ્રામ મોડ્યુલ 1નુ પરિણામ 7.04% જ્યારે મોડ્યુલ 2 નું 9.52% અને મોડ્યુલ 3 નું પરિણામ 12.60% પરિણામ આવ્યું છે.
પ્રોફેશનલમાં જેની પંચમતિયા દેશમાં બીજા સ્થાને આવી
અમદાવાદ સેન્ટરનું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરિણામ મોડ્યુલ 1 નું 12.08% જ્યારે 15.56% મોડ્યુલ 2 નું પરિણામ આવ્યું હતું. પરિણામોમાં અમદાવાદી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. પ્રોફેશનલ પ્રોગ્રામમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે આવેલ અમદાવાદની જેની પંચમતીયાએ 470 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે એક્ઝિક્યુટિવમાં દેશમાં ત્રીજા ક્રમે આવેલ રોહન પંજવાણી એ 476 માર્ક્સ, છઠ્ઠા ક્રમે આવેલ સાહિલ પટેલે 459 અને 10 માં ક્રમે આવેલ અસ્લેશા પ્રજાપતિએ 445 માર્ક મેળવ્યા છે.
CS પ્રોફેશનલ માં બીજો ક્રમાંક મેળવનાર જેની એ જણાવ્યું કે આયોજનપૂર્વક તૈયારી કરવામાં આવે તો CS ની પરીક્ષા પાસ કરી શકાય છે. હું રોજના 7 થી 8 કલાક મહેનત કરતી હતી. જે વિષયમાં હું નબળી હતી એમાં વધારે ધ્યાન આપ્યું, શિક્ષકો અને વાલીઓના માર્ગદર્શનના કારણે આ પરિણામ શક્ય બન્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો