Gujarat Video: રાજકોટ જિલ્લા પંચાયતના શાસકોની અંતિમ સામાન્ય સભા મળી, બિનખેતી અને હેતુફેરની સત્તાનો મુદ્દો ગરમાયો
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની આજે અંતિમ અને સામાન્ય સભા મળી હતી. જેમા 11 જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા. આ સામાન્ય સભામાં બિનખેતી અને હેતુફેરની સત્તાઓ જિલ્લા પંચાયત પાસેથી આંચકી લેવાનો મુદ્દો ગરમાયો હતો.
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના શાસકોની અંતિમ સામાન્ય સભા મળી. જેમાં વિવિધ 11 જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા. સામાન્ય સભામાં સરકારે બિનખેતી અને હેતુફેરની સત્તાઓ જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચવાનો મુદ્દો ચર્ચામા રહ્યો. સરકાર જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચેલી સત્તાઓ પરત આપે તે માટેનો સભામાં ઠરાવ કરવામાં આવ્યો.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હેતુફેરની સત્તાનો મુદ્દો ગરમાયો
જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું કે જિલ્લા પંચાયત પાસેથી લીધેલી સત્તાઓ પરત સોંપવામાં આવે. કારણ કે અમે લોકોની વચ્ચે રહેતા હોવાથી કામ પણ અમારે જ કરવાના હોય છે. અત્યારે લોકોને એવું લાગે છે કે કલેક્ટર અને અધિકારીઓ કામ કરે છે નહીં કે નેતાઓ. બીજી તરફ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે આ મામલે જ્યાં જરૂર હશે ત્યાં અમે રજૂઆત કરીશું.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos