PM Modi in Greece: ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધતા PM મોદીએ વતન વડનગરનો કર્યો ઉલ્લેખ કહ્યુ, ગુજરાતનું વડનગર એથેન્સની જેમ ઐતિહાસિક શહેર

PM Modi in Greece: ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધતા PM મોદીએ વતન વડનગરનો કર્યો ઉલ્લેખ કહ્યુ, ગુજરાતનું વડનગર એથેન્સની જેમ ઐતિહાસિક શહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 11:41 PM

PM Modi in Greece: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીસના એથેન્સ શહેરમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. PM એ જણાવ્યુ કે આજે અહીં પરિવાર વચ્ચ આવ્યુ છે. હાલ ભગવાન શિવને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિને દેશએ નવો કીર્તિમાન સ્થાપિત કરતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 એ સફળ સોફ્ટ લેન્ડિંગ કરી છે. આ રીતે ધરતીમાતાએ ભાઈ ચંદ્રને રાખડી મોકલી છે.

PM Modi in Greece: ગ્રીસની મુલાકાતે પહોંચેલી પીએમ મોદીએ એથેન્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. તેમણે જણાવ્યુ કે ભારત અને ગ્રીસના સંબંધો સદીઓ જૂના છે. ગ્રીસ અને ભારત વિશ્વને બે પ્રાચીન સભ્યતાઓ, બે પ્રાચીન લોકતાંત્રિક વિચારધારાઓનો સમન્વય છે. પીએમએ તેમના સંબોધનમાં વતન વડનગરનો પણ ઉલ્લેખ કર્યો. પીએમએ જણાવ્યુ કે ગુજરાતનું વડનગર પણ એથેન્સી જેમ ઐતિહાસિક શહેર છે. આ સંબંધો સંસ્કૃતિના છે.

પ્રાચીન સમયમાં પણ ભારતમાં લોકતાત્રિક વ્યવસ્થાઓ હતી- PM Modi

પીએમએ જણાવ્યુ કે ગ્રીસ અને મૌર્ય સામ્રાજ્ય વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. સમ્રાટ અશોકના પણ ગ્રીસ સાથે સારા સંબંધો રહ્યા છે. જ્યારે દુનિયાના મોટા ભાગના દેશોમાં ડેમોક્રેસી વિશે ચર્ચા પણ થતી ન હતી ત્યારે ભારતમાં લોકતાત્રિક વ્યવસ્થાઓ હતી.

જ્યોતિષ, ગણિત, આર્ટ્સ, કળા-વેપાર ક્ષેત્રે બંને સભ્યતાઓએ એકબીજાથી ઘણુ શીખ્યુ છે. દરેક સભ્યતા અને દરેક સંસ્કૃતિની કંઈકને કંઈક વિશેષ ઓળખ હોય છે. ભારતીયચ સભ્યતાની ઓળખ વિશ્વને જોડવાની રહી છે. આ ભાવનાને આપણા ગુરુઓએ સૌથી વધુ સશક્ત કરી છે. ગુરુનાનક દેવજીનું વિશ્વ ભ્રમણ જેને આપણે ઊદાસીઓના રૂપમાં જાણીએ છીએ. તેમનો ઉદ્દેશ્ય પણ એ જ હતો કે તે માનવતાને જોડે.

આ પણ વાંચો: PM Modi Speech Independence Day 2023: મણિપુર, 1000 વર્ષની ગુલામી, વાંચો વડાપ્રધાન મોદીના ભાષણની મોટી વાતો

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">