Gujarati Video: કૃષિમંત્રી રાઘવજી પટેલે ચણાની ટેકાના ભાવે ખરીદી વધારવા કેન્દ્ર સરકાર સમક્ષ કરી રજૂઆત, 40 ટકા ઉપજની ખરીદી કરવા માગણી

TV9 GUJARATI

|

Updated on: Feb 06, 2023 | 11:30 PM

Gandhinagar: કૃષિમંત્રી રાઘવજી પટેલે ચણાની ટેકાના ભાવે ખરીદી વધારવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ચણાના ઉત્પાદનની 40 ટકા ઉપજની ટેકાના ભાવે ખરીદી કરવાની માગ કરી છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ચણાની ટેકાના ભાવે ખરીદી વધારવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી. ચણાના ઉત્પાદનના 40 ટકા ઉપજની ટેકાના ભાવે ખરીદી કરવાની માગણી કરી. હાલમાં ચણાના ઉત્પાદનની 25 ટકા ઉપજની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. કૃષિમંત્રીએ પશુપાલન, મત્સ્ય અને ખાતર સહિતના પડતર પ્રશ્નો મુદ્દે કેન્દ્રીય પ્રધાનોને રજૂઆત કરી છે.

રાઘવજી પટેલે જણાવ્યુ કે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળી ચણાની ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેમાં ઉત્પાદનના 25 ટકા લેખે જે ખરીદી કરવાનું હાલનું જે ધોરણ છે. તે વધારીને 40 ટકા જેટલુ કરવા અને RKVY યોજનામાં ગુજરાતને જે બજેટ ફાળવવામાં આવે છે, તેમાં કાપ મુકાયો છે તે કાપ દૂર કરી પૂરતા પ્રમાણમાં નાણાં ફાળવવા માટેની પણ રજૂઆત કરી છે. તેમ કૃષિમંત્રીએ જણાવ્યુ હતુ.

આ તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની આવક ઘટી છે. હાલમાં લસણની 70 હજાર બોરીની આવક નોંધાઈ છે. જેની સામે રોજની 10થી 15 હજાર ગુણીની જાવક નોંધાઈ છે. તો સાથે જ હરાજીમાં 20 કિલો લસણનો ભાવ 200થી 700 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહિતના જીલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે.

આ પણ વાંચો: જામનગર: નથુવડલામાં ફુડ પોઈઝનિંગથી 43 પશુના મોત થતા કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુપાલકને ચુકવી સહાય

સાથે જ મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પણ વેપારીઓ ખરીદી માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે.. તો બીજી તરફ ખેડૂતોને પોતાના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો પણ ગોંડલ માર્કેટ યાર્ડની સૌ પ્રથમ પસંદગી કરે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati