Gujarati Video : પાકિસ્તાનની જેલમાં કેદ વધુ 200 ભારતીય માછીમારોને કરાયા મુક્ત, આવતીકાલે પહોંચશે વાઘા બોર્ડર
Porbandar : પાકિસ્તાનની જેલમાં કેદ વધુ 200 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ ભારત સરકારના પ્રયત્નોથી ગયા મહિને જ 199 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન જેલમાં બંધક 200થી વધુ ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. બીજા તબક્કામાં 200 માછીમારો આજે જેલમુક્ત થયા છે. તમામ ભારતીય માછીમારો આવતીકાલે વાઘા બોર્ડર પહોંચશે. ફિશરીઝ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ માછીમારોનો કબજો લેશે. વાઘા બોર્ડર પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માછીમારો વતન પહોંચશે. માછીમારો મુક્ત થતા તેમના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
અરબી સમુદ્રમાં ભારતીય જળસિમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સીમામાંથી પકડાયેલા મોટા ભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો.
કુલ 198 માછીમારોને કરાયા મુક્ત
ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા 198 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Gujarati Video : ભાવનગરમાં સાગરખેડૂતોને ત્રણ દિવસ સુધી દરીયો ન ખેડવા સલાહ, માછીમારોને પરત બોલાવ્યા
જાણો ગુજરાતના કયા જિલ્લાના કેટલા માછીમાર મુક્ત થયા
- મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2નો સમાવેશ થાય છે. ગુજરાતની 184 વ્યક્તિમાં ગીર સોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના 5 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.
પોરબંદર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
