Gujarati Video: કચ્છમાં જખૌ નજીક દરિયાઈ વિસ્તારમાંથી વધુ 10 ચરસના પેકેટ મળ્યા, 10 દિવસમાં 27 પેકેટ કબ્જે કરાયા
Kutch: કચ્છના જખૌ નજીકથી વધુ 10 ચરસના પેકેટ મળ્યા છે. ઈબ્રાહિમ પીર બેટ પરથી 10 ચરસના બિનવારસી પેકેટ કબ્જે કરાયા છે. BSF અને NIUના સંયુક્ત સર્ચમાં ચરસ મળ્યુ છે. છેલ્લા 10 દિવસથી અત્યાર સુધીમાં 27 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસી પેકેટ મળી આવવાનો સીલસીલો યથાવત છે. એક તરફ કચ્છના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના નાકામ પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યા બીજી તરફ 2020થી કચ્છના વિવિધ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસી ચરસના પેકેટો પણ મળી રહ્યા છે. જો કે અત્યાર સુધી ઝડપાયેલા ચરસના પેકેટ મામલે આ ચરસના પેકેટ ક્યાથી આવી રહ્યા છે ? તે હજુ સુધી તપાસમાં સામે આવ્યુ નથી. પરંતુ ભરતી-ઓટની દરિયાઇ પ્રક્રિયા બાદ નિર્જન ટાપુ પરથી આવા પેકેટ મળી આવે છે.
BSF અને NIU ના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 10 ચરસના પેકેટ મળ્યા
આજે BSF અને NIUના સંયુક્ત તપાસ અભિયાન દરમ્યાન વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. છેલ્લા 3 દિવસથી BSF સંયુક્ત રીતે આવા નિર્જન ટાપુ પર સર્ચ કરી રહી છે. છેલ્લા 3 દિવસમાં 15 ચરસના પેકેટ મળી આવ્યા છે. આજે ઇબ્રાહીમ પીર ટાપુ પર જોઈન્ટ સર્ચ ઓપરેશન દરમ્યાન આજે વધુ 10 પેકેટ મળી આવ્યા છે. જેનો કબ્જો લઇ એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Pakistanની નાપાક હરકત ! કચ્છમાં બે દિવસમાં ચરસના 5 પેકેટ ઝડપાયા, સર્ચ ઓપરેશન શરૂ
12 તારખથી કચ્છના વિવિધ દરિયાઇ વિસ્તારોમાંથી આવા બિનવારસી ચરસના પેકેટ મળી રહ્યા છે. જેના પેકેટ પર અફઘાન પ્રોડક્ટ લખેલુ છે. BSF એ પ્રાથમીક તારણમાં આ જથ્થો તણાઇને આ બેટ સુધી પહોચ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…





