AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistanની નાપાક હરકત ! કચ્છમાં બે દિવસમાં ચરસના 5 પેકેટ ઝડપાયા, સર્ચ ઓપરેશન શરૂ

2019થી કચ્છના જખૌ સહિતના દરિયાઇ વિસ્તારમાંથી બિનવારશુ ચરસ પકડાવાનો સીલસીલો યથાવત છે, ત્યારે વધુ એકવાર નિર્જન ટાપુ પરથી પેટ્રોલીંગ દરમ્યાન ચરસના પેકેટ મળી રહ્યા છે.

Pakistanની નાપાક હરકત ! કચ્છમાં બે દિવસમાં ચરસના 5 પેકેટ ઝડપાયા, સર્ચ ઓપરેશન શરૂ
કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
Jay Dave
| Edited By: | Updated on: Apr 22, 2023 | 11:11 PM
Share

બે દિવસમાં BSFએ 5 પેકેટ ચરસના બિનવારશુ ઝડપ્યા છે, જ્યારે એક સપ્તાહમાં અલગ પ્રકારનુ એક ડ્રગ્સનુ પેકેટ પણ મળી આવ્યુ છે. 22મી એપ્રિલ 2023ના રોજ, BSF અને મરીન પોલીસની સંયુક્ત સર્ચ પાર્ટી સાથે જખૌ નજીકના ખિદરત ટાપુ પર સર્ચ કરી રહી હતી. ત્યારે ચરસના 03 પેકેટો મળી આવ્યા હતા.

આ પણ વાચો: Drugs free Indiaના અભિયાનમાં ગૃહ મંત્રાલય, આ વર્ષે 22 હજાર કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ નષ્ટ કર્યુ

જખૌ કિનારેથી લગભગ 10 કિમી દુરના ટાપુ પરથી મળી આવેલા પેકેટનુ વજન લગભગ એક કિલો છે, આ ચરસના પ્લાસ્ટિકની થેલીમાં પેક કરવામાં આવેલું હતું અને તેના પર ‘કેમેરૂન’ છુપાયેલુ છે. 21મી એપ્રિલ 2023ના રોજ શરૂ કરાયેલ સંયુક્ત સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ રહ્યુ હતું.

ચરસના પેકેટો મળી આવ્યા બાદ બીએસએફ અને મરીન પોલીસે તપાસ શરૂ કરી

શુક્રવારે ઝડપાયેલા આ બે પેકેટ અગાઉ પહેલા મળેલા પેકેટ જેવા જ છે, તેના પેકેજિંગ પર ‘અફઘાન પ્રોડક્ટ’ છપાયેલ છે. ચરસના પેકેટો મળી આવ્યા બાદ બીએસએફ અને મરીન પોલીસે તપાસ શરૂ કરી છે, ફરી એકવાર અલગ અલગ બેટ પરથી ચરસના પેકેટ મળી આવતા વ્યાપક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરી પોલીસે આ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાનો નાપાક પ્રયત્ન કરતા લોકોને ઝડપવાનો છે.

FSLની મદદથી પણ વિવિધ એજન્સીઓ તપાસ શરૂ

આ વિસ્તારોમાં ઓપરેશન ચાલુ રખાશે અને ઝડપાયેલા પેકેટો ભરતી પ્રક્રિયા દરમ્યાન કચ્છના જખૌ તણાઇ આવ્યા હોય તેવુ અનુમાન છે. જો કે ચરસની સાથે અલગ પ્રકારના મળી આવેલ ડ્રગ્સના જથ્થા અંગે FSLની મદદથી પણ વિવિધ એજન્સીઓ તપાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે પહેલા પણ ચરસના પેકેટ મળી આવ્યા છે, મોટા ભાગના ચરસના પેકેટને ભારતમાં ઘુસાડવા માટે દરિયાનો સહારો લેવામાં આવે છે, જ્યારે પંજાબ જેવા પ્રદેશમાં ડ્રગ્સ ધુસાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે.

2047 સુધીમાં દેશને ડ્રગ ફ્રી દેશ બનાવવા ગૃહ મંત્રાલય કાર્યરત

ભારત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. ભારતની આઝાદીના 100માં વર્ષ 2047 સુધીમાં દેશને ડ્રગ ફ્રી દેશ બનાવવા માટે ગૃહ મંત્રાલયે ડ્રગની દાણચોરી પર સંપૂર્ણ રીતે કડક કાર્યવાહી કરવા માટે એક ફૂલ-પ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે. દવાની દુનિયાના ગોલ્ડન ટ્રાયેન્ગલ અને ગોલ્ડન ક્રિસેન્ટને હવે ડેથ ટ્રાયેન્ગલ અને ડેથ ક્રિસેન્ટમાં ફેરફાર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">