આજનું હવામાન : ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો, આજે કેટલાક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ, જુઓ Video

ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ ત્યારબાદ બાદ થોડું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું. જોકે હવે આવનારા દિવસોમાં ચોમાસું ફૂલ સ્પીડમાં ગુજરાતના મોટાભાગના જીલ્લાઓને કવર કરે એવી સ્થિતિ બની રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2024 | 9:36 AM

વરસાદે દક્ષિણ ગુજરાતમાં તો બેટિંગની શરૂઆત કરી દીધી છે.ખેડૂતો અને સામાન્ય લોકોને પણ આનંદ થાય એવી વાત એ છે કે હવે વરસાદ પાંચ દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે.હવે આખા રાજ્યમાં ચોમાસુ આગળ વધશે. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર અને દક્ષિણમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

13 દિવસ સુધી નવસારીમાં જ અટવાયેલા ચોમાસાએ હવે આગેકૂચ કરી છે. એટલે હવે સીધી જ સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તો ચોમાસું બેઠું જ છે પણ તેની સાથે મધ્ય ગુજરાત સુધી પણ પહોંચી ગયું છે. ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ ત્યારબાદ બાદ થોડું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું. જોકે હવે આવનારા દિવસોમાં ચોમાસું ફૂલ સ્પીડમાં ગુજરાતના મોટાભાગના જીલ્લાઓને કવર કરે એવી સ્થિતિ બની રહી છે.

આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આજે હવામાન વિભાગે ભાવનગર, ભરૂચ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ જિલ્લામાં આજે યલો એલર્ટ

હવામાન વિભાગે આજે બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વાવણીલાયક વરસાદની સંભાવના

હવે આગામી 3 કે 4 દિવસમાં ચોમાસુ રાજ્યના વધારે વિસ્તારોને આવરી લે તેવી સંભાવના છે ગુજરાતમાં રવિવારથી લઈને જૂન મહિનાના અંત સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા છે અને ખાસ તો ખેડૂતો માટે પણ ગુડ ન્યૂઝ એ છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">