આજનું હવામાન : કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં માવઠાની સંભાવના, જાણો કમોસમી વરસાદ ક્યાં પડશે, જુઓ વીડિયો
અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ અમરેલી, બોટાદ, જુનાગઢ, ખેડા, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તો બીજી તરફ ડાંગ અને તાપી જિલ્લામાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, ભાવનગર, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 15 થી 20 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે.
Published on: Dec 12, 2023 09:38 AM
Latest Videos