રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની પડવાની હવામાન વિભાગની આગાહી, પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઇ શકે છે પવન
રાજ્યમાં આગામી સાત દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આ સાથે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફુંકાઈ શકે છે. ગાજવીજ સાથ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવાામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ભાપે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગીજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. ડાંગસ વલસાદ દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં સાત જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે. તાપમાનમાં હાલ કોઇ જ ફેરફારની શક્યતા નથી. આપને જણાવી દઇએ કે હાલ ચોમાસું મુંબઇમાં દસ્તક દઇ ચૂક્યું છું. જોકે ગુજરાતમાં હાલ કોઇ જ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં આ વખતે છેલ્લાં 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું બેઠું છે. કેરળમાં વહેલી એન્ટ્રી બાદ દક્ષિણના અન્ય ભાગોમાં પણ વરસાદે વહેલી જમાવટ કરી. ત્યારે તેની ગતિ જોતા લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ વહેલું પ્રવેશી શકે છે. પરંતુ, હાલ મહારાષ્ટ્રની આસપાસ સક્રિય વરસાદી સિસ્ટમ ધીમી પડી છે. જેના પગલે 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગે પહોંચે તેવું અનુમાન છે. આવો વિગતવાર સમજીએ કે આ વખતે ગુજરાતમાં ચોમાસાની શું સ્થિતિ રહેશે ?