Gujarati NewsVideosGujarat videosGujarat Video Antisocial elements created terror in Mehsanas Kadi armed mob with more than 50 bikes took the city hostage
Gujarat Video: મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 50થી વધુ બાઈક સાથે હથિયાર બંધ ટોળાએ શહેરને બાનમાં લીધુ
Mehsana: મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. જેમા કડીમાં 50થી વધુ બાઈક લઈને ટોળુ હથિયારો સાથે નીકલ્યુ હતુ અને સમગ્ર શહેરને બાનમાં લીધુ હતુ. ટોળાએ અનેક દુકાનોમાં તોડફોડ કરી હતી.
શું મહેસાણાના કડીમાં ગુંડારાજ ચાલી રહ્યું છે ? શું કડી શહેરમાં ગુંડાતત્વો સામે પોલીસ મૂકપ્રેક્ષક બની ગઈ છે ? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે અસામાજિક તત્વોએ કડી શહેરને બાનમાં લીધુ હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે તે જોઈને તો એવુ જ લાગે છે કે કડીમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે. કડીમાં રાત્રિના સમયે રાત્રિના સમયે 50થી વધુ બાઈકચાલકોના ટોળાએ શહેરના વિવિધ વિસ્તારોમાં હથિયારો સાથે આતંક ફેલાવ્યો.
દુકાનોમાં તોડફોડ કરી. જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. એકસમયે લોકોને થવા લાગ્યું કે અચાનક આ શું થઈ રહ્યું છે? બહાર નીકળેલા લોકો જીવ બચાવવા રીતસર ભાગતા નજરે પડ્યા. મામલો ત્યાં સુધી બિચક્યો કે કડીના રાજકીય આગેવાનોએ પણ કડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવી પડી. બાદમાં DYSP, LCB, SOG, નંદાસણ બાવળુ, લાંઘણજ અને મહેસાણા પોલીસનો કાફલો કડી પહોંચ્યો હતો. પોલીસે અસામાજિક તત્વો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે.
બીજીતરફ કડીમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું ગુંડાતત્વોમાં પોલીસનો કોઈ ભય નથી ? રાત્રિના સમયે પોલીસ કેમ પેટ્રોલિંગમાં ન હતી ? લોકોની સુરક્ષાના દાવા કેમ પોકળ સાબિત થઈ રહ્યા છે ? આવા ગુંડાતત્વોને પોલીસ ક્યારે કાયદાનો પાઠ ભણાવશે ?
ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…