Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડામાં ગુમ થયેલા મૂળ મહેસાણાના યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં થયો હતો ગુમ, જુઓ Video

મહેસાણાના (Mehsana) 26 વર્ષીય યુવાન હર્ષ પટેલનો કેનેડાના તળાવમાંથી મૃતદેહ મળ્યો છે. હર્ષ પટેલનો પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ પણ ગુમ છે. ચાર દિવસ પહેલા યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ થતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

કેનેડામાં ગુમ થયેલા મૂળ મહેસાણાના યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં થયો હતો ગુમ, જુઓ Video
મહેસાણાનો યુવર હર્ષ પટેલ Image Credit source: ફાઇલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 12:23 PM

કેનેડામાં રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ગુજરાતી યુવાનનો મૃતદેહ મળ્યો છે. મહેસાણાના 26 વર્ષીય યુવાન હર્ષ પટેલનો કેનેડાના તળાવમાંથી મૃતદેહ મળ્યો છે. હર્ષ પટેલનો પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ પણ ગુમ છે. ચાર દિવસ પહેલા યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ થતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. પરિવાર ચિંતિત હતો. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો-Breaking News : અમદાવાદમાં મેટ્રો હવે 15ને બદલે 12 મિનિટના અંતરે મળશે

મહેસાણાનો પાટીદાર યુવક એક-દોઢ વર્ષ પહેલાં કેનેડા સ્ટડી માટે ગયો હતો. જે પછી હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવક મિત્રને અસાઈમેન્ટના કામે મળવા જાઉ છું કહીને નીકળ્યો હતો, પછી ક્યારેય પાછો ફર્યો નહોતો. ઘટનાને પગલે કેનેડામાં રહેતા ગુજરાતી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. યુવકનો મૃતદેહ લેવા માટે પરિવાર કેનેડા ગયો છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

14 એપ્રિલે શુક્રવારે તારીખે તેમના ઘરેથી મિત્રોને ત્યાં અસાઈમેન્ટના કામે જવાનું કહીને નીકળ્યો હતો. રાત્રે ઘરે પાછા ન આવતાં તેમના મિત્રોને ચિંતા થઈ અને બધાનો કોન્ટેક્ટ કર્યો અને પછી પોલીસ ફરિયાદ કરી. પોલીસે શુક્રવાર રાતથી હર્ષ પટેલને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. કાર ડ્રાઈવરે હર્ષ પટેલને જ્યાં ઉતાર્યો ત્યાં પોલીસે વધારે ટ્રેકિંગ કર્યું અને શનિવારે મોડી રાત્રે પોલીસને એક ડેડબોડી મળી, પણ પોલીસ એ કન્ફર્મ નહોતી કરી શકી કે આ ડેડબોડી હર્ષ પટેલની જ છે કે કેમ. પોલીસે રવિવારે સવારે ફિંગર પ્રિન્ટ મેચ કર્યા ત્યારે કન્ફર્મ થયું કે આ બોડી હર્ષ પટેલની જ છે. પછી પોલીસે ફેમિલીને જાણ કરી હતી.

સિડનીમાં ગુજરાતી યુવતીનું મૃત્યુ

બીજી તરફ ગુજરાતની દીકરીનું વિદેશની ધરતી પર અકસ્માતને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીયા પટેલ બે મહિના પહેલા જ ગુજરાતથી સિડનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાખી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકત્ર કર્યા છે, આ દીકરી સીડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. રીયાના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં  રહે છે. જેમના દ્વારા ફંડ એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">