AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ, તપાસ માટે કમિટી બનાવાઈ, જુઓ વીડિયો

ગુજરાત યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ, તપાસ માટે કમિટી બનાવાઈ, જુઓ વીડિયો

Narendra Rathod
| Edited By: | Updated on: Dec 09, 2023 | 1:08 PM
Share

ગુજરાતમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ એવી યુનિવર્સિટી હતી કે જ્યાં BOM એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ECના સભ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. ગઇકાલે રાત્રે 8 ડિસેમ્બરે તેની પ્રથમ બેઠક મળી હતી.

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના એક જ ભવનના 3 પ્રોફસરો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈન્ડિયન કલ્ચર વિભાગના પ્રોફસર વનરાજ ચાવડા અને MSW વિભાગના પ્રોફસર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તો પ્રોફેસર મુકેશ ઘટીકને પણ મહિલા પ્રોફેસરની ફરિયાદના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વનરાજ ચાવડા અને વિપુલ પટેલ સામે ખોટી રીતે ભરતીનો આરોપ લાગ્યો છે. ત્રણેય અધ્યાપકો સામે તપાસ માટે કમીટી બનાવાઈ છે.

પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરનાર ગુજરાત યુનિવર્સિટી પ્રથમ

ગુજરાતમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ એવી યુનિવર્સિટી હતી કે જ્યાં BOM એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ECના સભ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. ગઇકાલે રાત્રે 8 ડિસેમ્બરે તેની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ECના સભ્યો દ્વારા ખૂબ જ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી સુધી ગઇ હતી પ્રોફેસર્સની ફરિયાદ

કુલ 19 પ્રોફેસર્સને લઇને મુખ્યમંત્રી સુધી ફરિયાદ ગઇ હતી.તેની તપાસ કમીટિ બની હતી.તપાસ કમીટિ દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો હતો અને એ રિપોર્ટના આધારે કુલ ત્રણ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અધ્યાપકો સામે તપાસ કમીટિ કરશે તપાસ

ત્રણેય અધ્યાપકો સામે તપાસ માટે કમિટી બનાવી દેવામાં આવી છે. તપાસ કમિટીનો રિપોર્ટ આવે ત્યાં સુધી આ પ્રોફેસર સસ્પેન્ડ રહેશે. આગામી સમયમાં નિવૃત્ત ન્યાયાધીશની તપાસ કમીટિ દ્વારા તપાસ કરવામાં આવશે.તપાસ કરવામાં આવશે કે ભરતીમાં કોને કેવી રીતે લેવામાં આવશે. આગામી સમયમાં તેમની સામે કેવી કાર્યવાહી થઇ શકે છે.

આ પણ વાંચો-ભરૂચ વિડીયો : નગરપાલિકાની સેવા કે સત્તાનો દુરુપયોગ ! ફાયર બ્રિગેડ દ્વારા લગ્ન પ્રસંગમાં પાણી સપ્લાય કરવાનો આક્ષેપ થયો

ઈન્ડિયન કલ્ચર વિભાગના બે પ્રોફસરને ખોટી રીતે ભરતી કરાયા હોવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરાયા છે.જ્યારે પ્રોફેસર મુકેશ ઘટીક સામે મહિલા પ્રોફેસરને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદના આધારે સસ્પેન્ડ કરાયા છે. આ સાથે જ આ નવા BOM થકી ગુજરાત યુનિવર્સિટીમાં બદલાવની શરુઆત થતી જોવા મળી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">