આજનું હવામાન : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં આ દિવસે ત્રાટકી શકે છે વાવાઝોડુ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સક્રિય થયેલી સાયકલોનિક સર્ક્યુંલેશન સિસ્ટમને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને લઇને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર, 21 મેએ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે. જ્યારે 22 મેએ લો-પ્રેશર બની શકે છે. લો-પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે.