વીડિયો : આવતીકાલથી ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયા

વીડિયો : આવતીકાલથી ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2023 | 10:51 AM

આવતીકાલથી બે દિવસ દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ, નવસારી, ડાંગ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. મધ્યમાં દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં બે દિવસ બાદ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલથી બે દિવસ દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે. તો 26 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં ઠંડી સાથે વરસાદી માહોલ રહેશે. 4 દિવસ બાદ તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડી વધશે.

આ પણ વાંચો-ભરૂચ : અંતિમ વિડીયો બનાવી આત્મહત્યાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ, જુઓ વિડીયો

એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જોકે માવઠાથી અન્ય અને બાગાયતી પાકને અસર થવાની પ્રબળ શક્યતા છે. કૃષિ નિષ્ણાતોનું માનીએ તો બહુ વરસાદી પાક એટલે કે આંબા, ચીકુ, શેરડીના પાકોને ટુકા વરસાદથી ખાસ નુકસાન નહીં થાય. જ્યારે ખરીફ પાક ગણાતી અને મોડી રોપણી કરાયેલ ડાંગરમાં આંશિક નુકસાનની શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બાગાયતી પાક ગણાતા, શાકભાજી અને ફળ ઉત્પાદીત પાકોના ઉત્દાન પર અસર થવાની શક્યતા, ખેતીવાડી અધિકારી વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">