Breaking News : જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ ! જુઓ Video

| Edited By: | Updated on: Jul 03, 2026 | 2:18 PM

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા રાજ્યમાં હવે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માંગળોરમાં 12 ઇંચથી વધુ અને ડાંગના વઘઇમાં 9.83 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા રાજ્યના લોકોને આખરે રાહત મળી છે. માત્ર 6 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકામાં વરસાદી રમઝટ જોવા મળી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગળોરમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઇમાં 9.83 ઈંચ વરસાદ વરસ્યો છે. સતત વરસતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક વિસ્તારોમાં જનજીવન પર પણ અસર પડી છે.

વિસ્તારવાર નોંધાયેલ વરસાદ (ઈંચમાં)

  • માંગળોર (જૂનાગઢ) – 12.64 ઈંચ
  • સૂત્રાપાડા (ગીર સોમનાથ) – 12.36 ઈંચ
  • કેશોદ (જૂનાગઢ) – 10.94 ઈંચ
  • પાટણ-વેરાવળ (ગીર સોમનાથ) – 10.08 ઈંચ
  • માળીયા હાટીના (જૂનાગઢ) – 9.13 ઈંચ
  • માણાવદર (જૂનાગઢ) – 9.06 ઈંચ
  • જામજોધપુર (જામનગર) – 7.05 ઈંચ
  • કોડીનાર (ગીર સોમનાથ) – 5.98 ઈંચ
  • કુતિયાણા (પોરબંદર) – 5.79 ઈંચ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં વરસાદે મચાવી તબાહી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના કુલ 68 તાલુકામાં જોરધાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઇમાં 9.83 ઇંચ વરસ્યો છે. નવસારી જિલ્લાના ચીખલીમાં 8.39 ઇંચ અને વાંસદામાં 8.23 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 7.95 ઇંચ અને વલસાડ જિલ્લામાં 7.17 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તાપી જિલ્લાના ડોલવણમાં 7.13 ઇંચ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે અને 28 તાલુકામાં એક ઇંચથી લઈને લગભગ 9 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો, Rajkot Breaking News : પ્રથમ વરસાદમાં ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન, જુઓ Video

Published on: Jul 03, 2026 02:15 PM
Follow Us