Breaking News: નવરાત્રીમાં ગરમી પછી કમોસમી વરસાદનું સંકટ, અંબાલાલ પટેલે કરી ‘મોટી આગાહી’ – જુઓ Video

Breaking News: નવરાત્રીમાં ગરમી પછી કમોસમી વરસાદનું સંકટ, અંબાલાલ પટેલે કરી ‘મોટી આગાહી’ – જુઓ Video

| Updated on: Oct 10, 2026 | 9:04 PM

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 17 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર અને 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં કે કમોસમી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને નવી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, હાલ રાજ્યમાં ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં તાપમાન 38 થી 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં પણ ગરમીનો અનુભવ થશે.

જો કે, નવરાત્રી બાદ વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 17 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ જ સમયગાળામાં મધ્ય ગુજરાતમાં વાદળો છવાશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

વધુમાં, અરબ સાગર તરફથી આવતા ભેજને કારણે 21 ઓક્ટોબર બાદ વરસાદી માહોલ જામવાની શક્યતા વધુ છે. અંબાલાલ પટેલના મતે, ઓક્ટોબર માસના અંતમાં એટલે કે 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે દિવાળી પહેલા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ આગાહી ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે મહત્વની સાબિત થશે.

Ahmedabad Breaking: TV9ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, નવરાત્રિ પૂર્વે SG હાઇવે પર ખાડા પુરાયા અને દોઢ વર્ષથી બંધ રોડ ખુલ્લો કરાયો !

Follow Us
Loading...
Unable to load recommendations.