AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking: TV9ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, નવરાત્રિ પૂર્વે SG હાઇવે પર ખાડા પુરાયા અને દોઢ વર્ષથી બંધ રોડ ખુલ્લો કરાયો !

Ahmedabad Breaking: TV9ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, નવરાત્રિ પૂર્વે SG હાઇવે પર ખાડા પુરાયા અને દોઢ વર્ષથી બંધ રોડ ખુલ્લો કરાયો !

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2026 | 8:13 PM
Share

અમદાવાદના એસજી હાઇવે પર બિસ્માર રસ્તા અને ટ્રાફિક જામ અંગે ટીવી9 દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. નવરાત્રિ પહેલાં કર્ણાવતી ક્લબથી સરખેજ તરફનો બંધ રોડ રિપેર કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે.

અમદાવાદના અત્યંત વ્યસ્ત એવા એસજી હાઇવે પર બિસ્માર રસ્તા અને કલાકો સુધી સર્જાતા ટ્રાફિક જામને લઈને tv9 એ પણ એક આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો.  tv9ના આ અહેવાલ બાદ તંત્ર આખરે સફાળું જાગ્યું છે. આવતીકાલથી શરૂ થતી નવરાત્રિના તહેવારને ધ્યાને રાખીને એનએચએઆઈ (NHAI), એએમસી અને ટ્રાફિક પોલીસના સંકલનથી યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

છેલ્લા દોઢ વર્ષથી નવનિર્મિત ઓવરબ્રિજના કામના કારણે કર્ણાવતી ક્લબથી વાયએમસીએ (YMCA) થઈ સરખેજ તરફનો જે રસ્તો બંધ કરીને ડાયવર્ઝન અપાયું હતું, તે રસ્તાનું સમારકામ પૂર્ણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મુકી દેવાયો છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે, એસજી હાઇવે હજી પણ બિસ્માર હાલતમાં હતો અને જેને લઈને ટીવી9 એ પણ એક આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો, તે અહેવાલ અને મળેલી માહિતીના આધારે તાત્કાલિક સંકલન સાધી તમામ ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.

આ રોડ ખુલ્લો થવાથી વાહનચાલકોને ડાયવર્ઝનના ત્રાસમાંથી મુક્તિ મળશે. નવરાત્રિ દરમિયાન એસજી હાઇવે અને એસપી રિંગ રોડ પર હજારોની સંખ્યામાં ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે, જેથી ટ્રાફિક સ્મૂથ ચાલે

Input Credit- Mihir Soni- Ahmedabad

ફ્લાઇટમાં સામાન ખોવાઈ ગયો? ઍરપોર્ટ છોડતા પહેલાં કરો આ કામ, જાણો કલેમ અને વળતર મેળવવાના નિયમો !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">