આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે મેઘરાજા, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે મેઘરાજા, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jul 06, 2024 | 9:55 AM

હવામાન વિભાગની આગાહી અનુસારે આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસારે આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ, મોરબી અને અમરેલીમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિલ સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">