આજનું હવામાન : ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેમજ આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા પડવાની શક્યતા છે. ત્રણ દિવસ ઝાપટાના રુપમાં જ વરસાદ વધુ જોવા મળે છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ જિલ્લામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ રાજકોટ જિલ્લામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત વડોદરામાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.