ગુજરાત હાઇકોર્ટમાં ચાઈનીઝ દોરી મામલે આજે સુનાવણી, સરકાર અને ગૃહ વિભાગને જવાબ રજૂ કરવા હાઇકોર્ટે કર્યો છે આદેશ

ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) આજે ચાઈનીઝ દોરી, તુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેરહીતની અરજી મામલે સુનાવણી થશે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ આ મામલે મહત્વના નિર્દેશ આપી શકે છે. સરકાર અને ગૃહ વિભાગને જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:15 AM

ઉત્તરાયણના એક દિવસ પહેલા જ ચાઈનીઝ દોરી મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં આજે ચાઈનીઝ દોરી, તુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેરહીતની અરજી મામલે સુનાવણી થશે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ આ મામલે મહત્વના નિર્દેશ આપી શકે છે. સરકાર અને ગૃહ વિભાગને જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. આજે રાજ્ય સરકારે કરેલી કામગીરીનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. તો લોકજાગૃતિ માટેના પ્રયાસો પર સરકાર કોર્ટમાં જવાબ આપશે.

આ પણ વાંચો : Video : ઉત્તરાયણ પહેલા ચોંકાવનારી ઘટના, પતંગ ઉડાવવા ગયેલા કિશોરનું પાંચમાં માળેથી નીચે પટકાતા મોત

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવા માટે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામા પર હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ટકોર કરી છે કે રાજ્ય સરકારે દાખલ કરેલુ સોગંધનામુ અસંતોષકારક અને કોર્ટને વિશ્વાસ અપાવે તેવુ નથી.

આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ કે ગુજરાત હાઈકોર્ટે આપેલા હુકમનુ પણ ક્યાંય પાલન થયુ નથી. જેમા હુકમ મુજબનું સોગંધનામુ પણ દાખલ કરવામાં આવ્યુ નથી. કોર્ટે જણાવ્યુ કે રાજ્ય સરકાર જેટલી સામાન્ય રીતે આ મામલાને લઈ રહી છે તેટલો સામાન્ય નથી. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર ગંભીરતા દાખવે અને કડકમાં કડક કાર્યવાહી કરે તેવું પણ હાઇકોર્ટે નોંધ્યું.

મહત્વનું છે કે બે દિવસ અગાઉ કરાયેલી જાહેર હિતની અરજી પર હાથ ધરેલી સુનામી દરમિયાન ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને એક ચોક્કસ સોગંદનામુ કરવા માટે આદેશ કર્યો હતો. જે બાદ ગુરુવારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ મામલે અને ઉપયોગ બાદ માનવીય જીવ ઘાયલ થવા અથવા જીવ ગુમાવવામાં તથા પશુ પક્ષીઓના પણ જીવ ઘાયલ થતાં તથા ગુમાવતા અટકાવવા માટે અરજદાર તરફથી રાજ્ય સરકારને હાઇકોર્ટમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">