PM મોદી અને અમિતશાહ ગુજરાતની મુલાકાતે, આગામી 5 દિવસ ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર

PM મોદી અને ગૃહપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા અને શહેર પોલીસને (Gujarat Police) એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 28, 2022 | 8:01 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઈને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય પ્રધાનોના ગુજરાતના પ્રવાસ વધી ગયા છે.ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે.જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા અને શહેર પોલીસને (Gujarat Police) એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા મુંબઈમાં એલર્ટ આપવામાં આવ્યુ હતુ.દેશના ગદ્દાર યાસીન મલિકને સજા ફટકારાતા આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આગામી પાંચ દિવસ સુધી ગુજરાત હાઈ એલર્ટ પર

આજે સવારે પીએમ મોદી રાજકોટ જિલ્લાના જસદણ આવશે.જ્યાં આટકોટમાં ખાતે રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે.પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે.અહીં જનરલ વોર્ડમાં રોજના 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે.હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે.મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર અપાશે.

આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે.જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati