ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું બમણું વળતર ચુકવાશે
ખેડૂતની જમીન પરથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈનની પહોળાઈ તથા લંબાઈને ધ્યાનમાં રાખીને જમીનની જંત્રીના ભાવમાં વધારો કર્યો છે. હાલના વળતર કરતાં બમણું વળતર હવે ચુકવાશે. આ પહેલાં વર્ષ 2017 અને 2021માં પણ વળતરમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફરી એક વાર વળતરમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ટ્રાન્સમિશન લાઇન અથવા ટાવર ઊભા કરતી વખતે જતી જમીનની જંત્રીમાં વધારો કર્યો છે. ખેડૂતોએ જમીન જતી કરી હોય એમાં જંત્રીના 200 ટકા લેખે વળતર ચુકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજા વર્ષે જો એ જગ્યાએ કામગીરી થશે તો 10 ટકા વધારાનું વળતર ચુકવાશે તેમજ હાલના વળતર કરતા બમણું વળતર ચુકવવામાં આવશે
આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતની જમીન પરથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈનની પહોળાઈ તથા લંબાઈને ધ્યાનમાં રાખીને જમીનની જંત્રીના ભાવમાં વધારો કર્યો છે. હાલના વળતર કરતાં બમણું વળતર હવે ચુકવાશે. આ પહેલાં વર્ષ 2017 અને 2021માં પણ વળતરમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફરી એક વાર વળતરમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજયમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાનના વળતરમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે.
ખેડૂતની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમીશન લાઈનના ક્ષેત્રફળને ધ્યાને લઇ જમીનના વિસ્તારના 25 ટકા લેખે વળતર ચૂકવાશે. ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરાશે. શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી ટ્રાન્સમીશન લાઈન પસાર થાય તેની તકેદારી રખાશે.
આ પણ વાંચો અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી પડશે કમોસમી વરસાદ
