ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓ ભરશે, હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
સરકાર ટુંક સમયમાં વિવિધ પદોની 12 હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓકટોબરના રોજ 12 હજારની ભરતીને મંજૂરી પણ આપી દીધી છે. હવે સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો છે. પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. ટુંક સમયમાં વિવિધ પદોની 12 હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓકટોબરના રોજ 12 હજારની ભરતીને મંજૂરી પણ આપી દીધી છે. હવે સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો છે. પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી (પુરુષ) 687, જેલ સિપાહી (મહિલા) 57 જગ્યાઓ પર ભરતી કરાશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિનહથિયારી PSIની 325 જગ્યા પર મંજૂરી આપી હતી. 325 જગ્યાઓમાંથી ચાલુ નાણાકીય વર્ષે 273 બિન હથિયારી PSIની સરકાર ભરતી કરશે.
આ પણ વાંચો અમદાવાદ વીડિયો : એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક શખ્સ ઝડપાયો,એરપોર્ટ પોલીસે SOGને સોંપી તપાસ
Latest Videos