AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ વીડિયો : એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક શખ્સ ઝડપાયો,એરપોર્ટ પોલીસે SOGને સોંપી તપાસ

અમદાવાદ વીડિયો : એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક શખ્સ ઝડપાયો,એરપોર્ટ પોલીસે SOGને સોંપી તપાસ

yunus.gazi
| Edited By: | Updated on: Jan 31, 2024 | 4:26 PM
Share

અમદાવાદ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. ઈમિગ્રેશન વિભાગે અમેરિકાથી અમદાવાદ આવેલા પંકજ પટેલને નકલી પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો છે. 50 વર્ષીય આરોપી મૂળ કડીના ઝુલાસણનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ નંબર-2 પર ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો છે. કતાર એરલાઈન્સની ફ્લાઈટમાં અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. તેમજ પાસપોર્ટ અંદામાનના વ્યક્તિ શ્યામલના નામે ઈસ્યુ કરાયેલો હતો. તેમજ એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી SOGને વધુ તપાસ સોંપવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ બોમ્બ હોવાનું કહેનાર વ્યક્તિની ધરપકડ

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન એક વ્યક્તિએ બોક્સમાં બોમ્બ હોવાની વાત કરી હતી. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ વ્યક્તિએ બોક્સમાં બોંબ હોવાનું કહી સુરક્ષાકર્મીઓને દોડતા કર્યા હતા. ચેકિંગ દરમિયાન તેને બોક્સમાં રાખેલા સામાન અંગે પુછવામાં આવ્યુ હતુ. આ વ્યક્તિએ ગુસ્સા સાથે બોક્સમાં બોમ્બ હોવાનું જણાવ્યુ હતુ. જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">