સેમિ કંડક્ટર પ્લાન્ટની સ્થાપના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા સમયથી જે સેમિ કંડક્ટર પ્લાન્ટ માટેની રાહ જોવાતી હતી તેના માટે ગુજરાત સરકારે જમીન ફાળવી છે. ગુજરાત સરકારે ધોલેરા પાસે દેશના પ્રથમ સેમિ કંડક્ટર પ્લાન્ટ માટે જમીનની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર સેમિ કંડક્ટર પ્લાન પાસ કરવાના છેલ્લા તબક્કામાં છે. ત્યારે હવે મંજુરી મળતા જ ટૂંક સમયમાં ગુજરાતમાં સેમિ કંડક્ટર પ્લાન્ટની કામગીરી શરુ થઇ જશે. જો કે મહત્વની વાત એ છે કે પીએમ મોદી આ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરે તેવી શક્યતા છે.
સેમિ કંડકટર પ્રોજેક્ટ ગુજરાત સરકાર માટે ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને લઇને મહારાષ્ટ્ર સરકાર, ગુજરાત સરકાર અને અન્ય ત્રણ રાજ્યની સરકાર વચ્ચે ખૂબ જ મોટી સ્પર્ધા હતી. આખરે સેમિ કંડક્ટર પ્લાન્ટની ગુજરાતને ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાં રાજ્ય સરકારે ધોલેરા પાસે પ્રથમ સેમી કંડક્ટર પ્લાન્ટ માટે જમીનની ફાળવણી કરી છે. આ પ્લાન્ટ પાસ થવાના આખો તબક્કો કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહ્યો છે. કેન્દ્રની મંજુરી બાદ ગુજરાતમાં સેમિ કંડક્ટર પ્લાન્ટની કામગીરી શરુ કરવામાં આવશે.
સપ્ટેમ્બર 2022માં વેદાંતના અને ફોકસકોન સાથે ગુજરાત સરકારના કરાર થયા હતા. આ પ્રોજેક્ટમાં અંદાજે 1.50 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે પ્લાન્ટ ક્યાં સ્થપાશે, તો રાજ્ય સરકાર દ્વારા ધોલેરા પાસે દેશના પ્રથમ સેમિ કંડક્ટર પ્લાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
(વિથ ઇનપુટ-કિંજલ મિશ્રા,ગાંધીનગર)