ગુજરાત સરકારનો શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો વડોદરામાં પ્રારંભ કરાવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેર અને જિલ્લાની ખાનગીઓ શાળાઓ સાથે સેતુસંધાન કરી સરકારી શાળામાં તેની બેસ્ટ પ્રેક્ટિસનું આદાન પ્રદાન કરવાની રાજ્યના શિક્ષણ વિભાગની પહેલ જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનું શહેરની કવિ દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા ખાતેથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર,મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

ગુજરાત સરકારનો શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો વડોદરામાં પ્રારંભ કરાવ્યો
Cm Bhupendra Patel
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 18, 2023 | 9:12 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. તેમણે વડોદરા શહેર અને જિલ્લાની ખાનગીઓ શાળાઓ સાથે સેતુસંધાન કરી સરકારી શાળામાં તેની બેસ્ટ પ્રેક્ટિસનું આદાન પ્રદાન કરવાની રાજ્યના શિક્ષણ વિભાગની પહેલ જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનું શહેરની કવિ દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા ખાતેથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર,મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

સર્વગ્રાહી પ્રયાસોને પરિણામે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટયો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વ નિર્ભર શાળાના સંચાલકો અને સરકારી શાળાઓ વચ્ચે એક્સપ્રેસ ઓફ ઇન્ટ્રેસ્ટ કરવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે, વિદ્યા હંમેશા વહેંચવાથી વધે છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તો જ સમાજ આગળ વધી શકે છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના શિક્ષણ વિભાગના સર્વગ્રાહી પ્રયાસોને પરિણામે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટયો છે.

તેમણે ઉમેર્યું કે જ્ઞાન સંગમ પ્રોજેક્ટથી સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે શિક્ષણના આદાન પ્રદાન માટે આજે સુગમ સમન્વય થયો છે જેના હકારાત્મક પરિણામો મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકસિત ગુજરાતના નિર્માણમાં સૌને સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પાઇલોટ પ્રોજેક્ટ આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ યુગ લાવશે

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે EoI માટે ખાનગી શાળાના સંચાલકોને વિશેષ અભિનંદન પાઠવતા જણાવ્યું કે સંસ્કારી નગરીની ધરતી પરથી શરૂ થયેલો આ પાઇલોટ પ્રોજેક્ટ આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ યુગ લાવશે.આ પ્રોજેક્ટ વટવૃક્ષ બની સમગ્ર રાજ્યમાં તેના મૂળ ફેલાવશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે શૈક્ષિણક આદાન-પ્રદાન સામાજિક પરિવર્તન લાવશે.

રાજ્યનું શિક્ષણ ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું હોવાનું તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે સરકાર તત્પર હોવાનું કહી તેમણે જ્ઞાન સંગમ પ્રોજેક્ટને સમાજ માટે મોટી મૂડી ગણાવી હતી.

કુલ 61,127 વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે

જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ 300થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વડોદરા શહેરની 60 અને જિલ્લાની 83 શાળાઓ મળીને કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓ લક્ષિત શાળાઓ તરીકે આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં વડોદરા શહેરની 29 અને ગ્રામ્યની 18 સહિત કુલ 47 ખાનગી શાળાઓ સહયોગ આપશે. જેમાં વડોદરા શહેરના 27,489 અને જિલ્લાના 33,638 સહિત કુલ 61,127 વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે.

જ્ઞાન સંગમ પ્રોજેક્ટનો મૂળ વિચાર કલેક્ટર અતુલ ગોરનો છે. જિલ્લાની શાળાઓમાં તેમની મુલાકાત દરમિયાન ઘણી સરકારી શાળાઓમાં ખૂબ જ સારૂ શિક્ષણ કાર્ય થતું જોવા મળ્યું તો આવી જ સારી શિક્ષણ પ્રથા ખાનગી શાળાઓમાં પણ જોવા મળે છે. જેમ એક રાજ્ય બીજા રાજ્યની પ્રજાકલ્યાણની યોજનાઓને યથાતત્ સ્વીકારવામાં આવે છે, એ જ રીતે જ્ઞાન સંગમ પ્રોજેક્ટમાં ખાનગી શાળા અને સરકારી શાળાઓ વચ્ચે શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે જ્ઞાનનું આદાનપ્રદાન કરવામાં આવશે.

શાળા પરિવાર સાથે ચર્ચા પરામર્શ કરી માર્ગદર્શન આપશે

આ પહેલમાં ખાનગી શાળાના શિક્ષકો લક્ષિત સરકારી શાળાની સમાયાંતરે મુલાકાત લેવા સાથે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષા શિક્ષક સાથે સંવાદ સાધી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ અંગે માર્ગદર્શન આપશે. આટલું જ નહીં, લક્ષિત શાળાના શિક્ષકો દ્વારા થતાં વર્ગ શિક્ષણ કાર્ય, સહઅભ્યાસિક અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિનું અવલોકન કરવા ઉપરાંત શાળા પરિવાર સાથે ચર્ચા પરામર્શ કરી માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો : Gujarati Video : ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં પરિવારની અરજી સ્વીકારાઈ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">