Surat: વ્યસન મુક્તિ કેન્દ્ર ડ્રગ્સની લત છોડાવવા માટે કાર્યરત, 6 મહિનામાં આટલા યુવાનોએ લીધી મુલાકાત
Surat: સુરત વ્યસન મુક્તિ કેન્દ્રમાં છેલ્લા છ મહિનામાં આશરે 100 થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા માટે આ કેન્દ્રની મુલાકાત લીધી છે. ચાલો જાણીએ વિગત.
Surat: રાજ્યમાં ડ્રગ્સનું ચલણ વધ્યું છે. માત્ર શહેરો જ નહીં પરંતુ ગામડા અને ગ્રામ્ય વિસ્તારો પણ ડ્રગ્સની (Drugs) બદીના શિકાર બન્યા હોવાની વાત બહાર આવી છે. ઘણા અહેવાલોમાં ચોંકાવનારા ખુસાલા પણ જોવા મળ્યા છે. ગુજરાતના (Gujarat) યુવાનો ડ્રગ્સના આદિ બનતા જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અવાર નવાર જોવા મળે છે. તો બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાનું ષડયંત્ર પણ સામે આવ્યું છે. યુવાધનને ડ્રગ્સની આદત છોડાવવા માટે રાજ્યમાં અનેક વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે. આવું જ એક સુરત શહેરમાં પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર (Parivartan Vyasan mukti kendra) કાર્યરત છે.
સુરત વ્યસન મુક્તિ કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટરે દાવો કર્યો છે કે, છેલ્લા છ મહિનામાં આશરે 100 થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા માટે આ કેન્દ્રની મુલાકાત લીધી છે. જેમાં મોટા ભાગના યુવાનોની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હતી.
તેમણે કહ્યું કે, જે લોકો અમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે છે તે લોકો શરૂઆતમાં અમને જણાવતા નથી કે તેઓ ડ્રગ્સ લે છે. પરંતુ બે થી ત્રણ સીટિંગ બાદ તેઓ જણાવે છે કે તેઓ ડ્રગ્સની લતમાં સંપડાયેલા છે અમે તેમને ડોક્ટરની સારવાર અપાવીએ છીએ. સાથે સાથે તેમનું કાઉન્સેલિંગ પણ કરાવીએ છીએ.
આ પણ વાંચો: Panchmahal: પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ, 3 લાખની છેતરપિંડી આચરવાનો આરોપ