AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ, 3 લાખની છેતરપિંડી આચરવાનો આરોપ

Panchmahal: પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ, 3 લાખની છેતરપિંડી આચરવાનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:29 AM
Share

Panchmahal: પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને સેવાલિયા ગામમાં રહેતા યુવક સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે.

પંચમહાલમાં (Panchmahal) નોકરી અપાવવા બહાને લાખો રૂપિયાની છેતરપિંડીની (Fraud) ઘટના બની છે. પંચામૃત ડેરીમાં નોકરી અપાવવાના બહાને સેવાલિયા ગામમાં રહેતા યુવક સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ભોગ બનનાર યુવકે રાજુ ભરવાડ (Raju Bharwad) નામના શખ્સ પર આરોપ લગાવ્યો છે. યુવકનો આરોપ છે કે રાજુ ભરવાડ નામના શખ્સે પંચામૃત ડેરીમાં (Panchamrut Dairy) ફિલ્ડ સુપરવાઈઝરની નોકરી અપાવવાનું જણાવી રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરી હતી. સમગ્ર ઘટનાને લઈને ભોગ બનનાર યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા પણ આવા અહેવાલ સામે આવ્યા હતા. જેમાં ગોધરાની પંચામૃત ડેરીમાં નોકરીની લાલચ આપીને ભેજાબાજે નોકરી ઇચ્છુકો પાસેથી વ્યક્તિ દીઠ 3 લાખની છેતરપીંડી કરી હતી. અહેવાલ પ્રમાણે કુલ 15 લાખ રૂપિયા ઉઘરાવીને ડેરીમાં નોકરી નહિ અપાવીને ઠગાઇ કરી હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પણ શહેરા રાજુ ભરવાડનું નામ સામે આવ્યું હતું.

 

આ પણ વાંચો: Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 80 ડોલર નીચે સરક્યા, શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ – ડીઝલ?

આ પણ વાંચો: Goverment Jobs : સરકારી વિભાગોમાં મોટાપાયે થઈ રહી છે ભરતી, જાણો વિગતવાર માહિતી અને કઈ રીતે કરવી અરજી

g clip-path="url(#clip0_868_265)">