ગુજરાત ચૂંટણી 2022: વડોદરાની પાદરા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના બાગી નેતા દિનુ મામાએ ભાજપમાંથી આપ્યુ રાજીનામુ

ગુજરાત ચૂંટણી 2022: વડોદરાની પાદરા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના બાગી નેતા દિનુ મામાએ ભાજપમાંથી આપ્યુ રાજીનામુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 11:32 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે જ ભાજપથી નારાજ પાદરા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે પાર્ટમાંથી રાજીનામુ આપ્યુ છે. પાદરાથી અપક્ષ ઉમેદવારી કરનારા દિનેશ પટેલે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે.

વડોદરાની પાદરા વિધાનસભા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાએ ભાજપમાંથી છેડો ફાડ્યો છે. પાદરાથી ભાજપના પૂર્વ MLA દિનેશ પટેલે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે. ચકાસણી ફોર્મ મંજૂર થતા દિનેશ પટેલે મોટો પક્ષમાંથી રાજીનામુ આપવાનો મોટો નિર્ણય લીધો અને રાજીનામુ આપ્યુ હતુ. આપને જણાવી દઈએ કે પાદરા વિધાનસભા બેઠક પરથી ભાજપે ટિકિટ ન આપતા પાર્ટથી નારાજ થઈ તેમણે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દિનુ મામાની અપક્ષ ઉમેદવારીથી ભાજપને નુકસાન થવાની શક્યતા છે. ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે પણ ગઈકાલે (17.11.22) પાર્ટીના અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના બળવાખોર નેતાઓને ફોર્મ પરત ખેંચવાની ચીમકી આપી હતી. જો તેમ ન કરે તો પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી આપી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 16 સદસ્યોએ ધર્યા રાજીનામા

ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે જ નારાજ નેતાઓએ પાર્ટીની મુશ્કેલી વધારી છે. દિનેશ પટેલે ભાજપમાંથી રાજીનામુ આપતા જિલ્લા ભાજપમાં પણ ભડકો જોવા મળ્યો અને દિનેશ પટેલના સમર્થનમાં પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 16 સદસ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખ અને કાર્યકારી પ્રમુખને રાજીનામુ સોંપી દીધુ છે.

આપને જણાવી દઈએ કે ગઈકાલે(17.11.22)  ફોર્મ ભર્યા બાદ TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે મને તાલુકાના મતદારો પર વિશ્વાસ છે.  તેમણે જણાવ્યુ કે ગત ચૂંટણીમાં જે લોકોએ બદમાશી કરી હતી, પાર્ટીમાં જ રહીને મને હરાવવાના પ્રયત્નો કર્યા હતા, તેના પાદરા તાલુકાના મતદારો સાક્ષી છે. દિનેશ પટેલે જણાવ્યુ કે હારી ગયા બાદ પણ તેમણે પાદરા તાલુકાનો વિશ્વાસ તોડ્યો નથી. પ્રજાની વચ્ચે રહ્યો છુ. સાથોસાથ લોકસેવક તરીકે દરેક જ્ઞાતિમાં બનતી તમામ મદદ પહોંચાડી છે.

g clip-path="url(#clip0_868_265)">