Gujarat Election 2022: પાલનપુરમાં કોંગ્રેસના ધારાસભ્યનો થયો વિરોધ,-જુઓ વીડિયો

Gujarat Election 2022: બનાસકાંઠાના પાલનપુરમાં મત માગવા ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલને કડવો અનુભવ થયો છે. જનતાએ જેમને ચૂંટીને મોકલ્યા તેમણે 5 વર્ષ દરમિયાન લોકોના કોઈ કામ ન કરતા હવે લોકો પણ રસ્તા ઉપર ઉતરી આવી વિરોધ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 9:09 PM

જનતાએ જેમને મત આપીને તેમના પ્રતિનિધિ ચૂંટ્યા, તેમણે 5 વર્ષમાં જનતાના કોઈ કામ ન કરતા લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં મત માગવા માટે ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ લોકોને રોષનો સામનો કરવો પડ્યો. મત માગવા ગયેલા કોંગ્રેસના મહેશ પટેલનો લોકોએ વિરોધ કર્યો. પાલનપુરના જનતા નગરમાં લોકોએ મહેશ પટેલ અને કોર્પોરેટરના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સમગ્ર વિસ્તારમાં લોકોએ બેનર લગાવ્યા છે કે- મહેશ પટેલ અને તેમના સાથી કોર્પોરેટરે મત માગવા માટે આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. પોતાના અપમાનના જવાબદાર તમે જ રહેશો. લોકોનું કહેવું છે કે પાંચ વર્ષમાં તેમના વિસ્તારમાં કોઈ કાર્યો થયા નથી.

જનતાાનગરના લોકો  પ્રાથમિક સમસ્યાઓથી પણ વંચિત

હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારોએ હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે પાલનપુરના જનતાનગર વિસ્તારમાં પાંચ વર્ષના શાસનમાં કોઈ જ વિકાસના કામો ન થયા હોવાના બેનર બતાવી લોકોએ કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ કર્યો અને ‘વોટ માગવા આવવુ નહીં’ તેવા બેનર સાથે લોકોએ તેમનો રોષ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ધારાસભ્યના શાસનમાં કોઈ જ વિકાસના કામો થયા નથી, આ વિસ્તારના લોકો પ્રાથમિક સમસ્યાઓથી પણ વંચિત છે. ત્યારે ફરી કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર મહેશ પટેલને ટિકિટ આપી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">