Gujarat Election 202: બનાસકાંઠામાં કોંગ્રેસને ઝટકો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 250 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ચૂંટણી સમયે જ બનાસકાંઠામાં કોંગ્રેસને ઝટકો મળ્યો છે. દિયોદરમાં ભરતસિંહ વાઘેલાને ટિકિટ ન મળતા જાગીરદાર સમાજના યુવાનો નારાજ થયા છે અને 250 જેટલા કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે.
ગુજરાત ચૂંટણી સમયે ફરી કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને નારાજ જાગીરદાર સમાજના કેટલાક આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આ નારાજગી અને રાજીનામા પાછળ જવાબદાર છે જિલ્લાની દિયોદર બેઠક. હકિકતમાં દિયોદર બેઠક પરથી જિલ્લો કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ટિકિટ માગી હતી. પણ હજુ તો કોંગ્રેસ નામ જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર શિવા ભુરિયાએ ઉમેદવારી નોંધાવી દીધી હતી. ત્યારે ભરતસિંહ વાઘેલાની ટિકિટ કપાતા જાગીરદાર સમાજ નારાજ થયો અને આજે 200થી વધુ યુવાનોએ હાથનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપના કેશાજી ચૌહાણને વિજયી બનાવવા જાગીરદાર સમાજને અપીલ
જાગીદાર સમાજના અગ્રણી ઉત્તમસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ દિયોદર તાલુકાનો સમગ્ર જાગીરદાર સમાજના અંદાજિત 200થી 250 યુવા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કેશાજીના સમર્થનમાં ભાજપમાં જોડાયા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે દિયોદરના રાજવી લક્ષ્મણસિંહે જાગીરદાર, રાજપૂત સમાજને આહ્વાન કર્યુ છે કે દિયોદર વિધાનસભા બેઠક પર કેશાજી ચૌહાણને જંગી બહુમતી સાથે જીતાડવા. તેના માટે મોટી સંખ્યામાં કેશાજીના સમર્થનમાં મતદાન કરવુ.
ગુજરાત ચૂંટણી 2022: દિયોદરથી ભરતસિંહ વાઘેલાની ટિકિટ કપાતા નારાજગી સામે આવી
દિયોદરમાં ભરતસિંહ વાઘેલાની ટિકિટ કપાતા જાગીરદાર સમાજની નારાજગી હવે ખુલીને સામે આવી અને 250 કાર્યકર્તાઓએ ભાજપમાં સામેલ થઈ ગયા છે અને કેશાજી ચૌહાણને વિજયી બનાવવા સમાજને અપીલ કરી છે.
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
