Gujarat Election 2022: બાપુનગરથી AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે ફોર્મ પરત ખેંચી કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો જાહેર કર્યો

Gujarat Election 2022: બાપુનગરથી AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે ફોર્મ પરત ખેંચી કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો જાહેર કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 8:32 PM

Gujarat Election 2022: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના બાપુનગરથી ઉમેદવાર શાહનવાઝ પઠાણે તેની ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ છે અને કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો જાહેર કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. જેમાં બાપુનગરથી પહેલા AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે ફોર્મ ભર્યુ હતુ. જો કે તેમણે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પરત ખેંચ્યુ છે. AIMIMના બાપુરનગર વિધાનસભાના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવા પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે. ઉપરાંત મહેઝબિન પઠાણના પણ સગામાં છે.

ગુજરાત ઈલેક્શન 2022: AIMIMના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે ફોર્મ પરત ખેંચ્યુ

આ અગાઉ આજ પ્રકારે સુરત પૂર્વની બેઠક પરથી કંચન જીરાવાલાએ પણ રાજીનામુ આપ્યુ હતુ. જેમાં દિવસભર નાટ્યાત્મક રાજકીય વળાંક આવ્યા હતા. આ ઘટના બાદ આજે  બાપુનગર સીટ પરથી  AIMIMના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા રાજનીતિ ગરમાઈ છે. એક તરફ ઓવૈસી કોંગ્રેસ પર સતત પ્રહાર કરતા હોય છે, ત્યારે તેમની પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો જાહેર કર્યો છે. શાહનવાઝ પઠાણની બાપુનગરમાં બિલાલ કોમ્પલેક્સ પાસે સસ્તા અનાજની દુકાન છે અને તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે.

જો કે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ઉમેદવારી પત્રક ભરતા નિવેદન આપ્યુ હતુ કે આપ પાર્ટી અને AIMIM પાર્ટી ભાજપની B ટીમ છે. વધુમાં તેમણે કહ્યુ કે લોકો પણ આ વાત જાણે છે આથી મતોનુુ ધ્રુવીકરણ નહીં થાય.  એકતરફ કોંગ્રેસ AIMIMને ભાજપની B ટીમ ગણાવે છે અને બીજી તરફ તેમના જ ઉમેદવાર  AIMIMના ઉમેદવારનો ટેકો લઈ રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન પાટિલ- અમદાવાદ 

g clip-path="url(#clip0_868_265)">