Gujarat Election 2022 : કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાનું મોટુ નિવેદન, ‘આપ અને AIMIM ભાજપની ‘B’ ટીમ ‘
કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ઉમેદવારી પત્રક ભરતા પહેલા મહત્વનું નિવેદન આપ્યું છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, આપ પાર્ટી અને AIMM ભાજપની B ટીમ છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : અમદાવાદના જમાલપુર-ખાડિયાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ઉમેદવારી પત્રક ભરતા પહેલા મહત્વનું નિવેદન આપ્યું છે. ઈમરાન ખેડાવાલા દાવો કર્યો છે કે, તેઓ 30 હજારથી વધુ લીડથી જીત નોંધાવશે સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, આપ પાર્ટી અને AIMM ભાજપની B ટીમ છે. અને લોકો આ વાતને જાણે છે એટલા માટે મતોનું ધ્રુવીકરણ નહીં થાય. વધુમાં જણાવ્યું હતું કે, 2012માં જે રીતે કોંગ્રેસને નુકસાન થયું હતું તેવું નુકસાન 2022માં નહીં થાય.
કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ગુજરાત ઈલેક્શન 2022 : ગઈ કાલે અમદાવાદની દરિયાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ઉમેદવારી ફોર્મ ભર્યું. તેઓ ઔડા કચેરીએ પેડલ રિક્ષા રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ તરફ ઠક્કરબાપાનગર બેઠક પરથી વિજય બ્રહ્મભટ્ટે ફોર્મ ભર્યું. વિજય બ્રહ્મભટ્ટ સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચ્યા હતા ફોર્મ ભર્યું હતું. તો વેજલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. નરોડા બેઠક કોંગ્રેસના નિકુલસિંહ તોમર ચૂંટણી લડી રહ્યા છે. ફોર્મ ભરતા પહેલા નિકુલસિંહ તોમરે રેલી યોજી હતી. તો અમરાઈવાડીના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગીની કાર લઇને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારની DC મોડીફાઈડ લેમ્બોર્ગીની કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.