Dahod : લોખંડના ગરમ સળિયાથી 4 માસની માસૂમ બાળકીને આપ્યા ડામ ! ભૂવો થયો ફરાર, જુઓ Video
ગુજરાતના દાહોદમાં ચાર માસની બાળકીને ડામ દેવાનો મામલો સામે આવ્યો છે. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી પરિવારજનો ભુવા પાસે લઈ ગયા હતા. ત્યારે લોખંડના સળીયાને ગરમ કરી માસુમ બાળકીને ભુવાએ ડામ આપ્યો છે.
ગુજરાતમાં દિવસે દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ગુજરાતના દાહોદમાં ચાર માસની બાળકીને ડામ દેવાનો મામલો સામે આવ્યો છે. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી પરિવારજનો ભુવા પાસે લઈ ગયા હતા. ત્યારે લોખંડના સળીયાને ગરમ કરી માસુમ બાળકીને ભુવાએ ડામ આપ્યો છે.
ભુવા વિરુદ્ધ ગુનો દાખલ
બાળકીને તબિયત લથડતા બાળકી હાલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જો કે સમગ્ર ઘટના અંગે પોલીસે ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જો કે ભુવો ફરાર થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દાહોદમાં ચાર મહિનાની બાળકીને ડામ દેવાના મામલે વિજ્ઞાન જાથા પણ મેદાનમાં આવ્યુ છે. બાળકીને ડામ આપનાર ભુવા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ વિજ્ઞાન જાથાએ પણ કરી છે.
Latest Videos

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
