દેશના અનેક રાજ્યો હાલ કાતિલ ઠંડીની ઝપેટમાં છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પહાડી પ્રદેશોમાં. કેટલાંક તળાવો અને ઝરણાં થીજી ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં દેશનું સૌથી નીચું તાપમાન નોંધાયું. અને પુલવામામાં પારો માઈનસ 5.5 ડિગ્રીએ પહોંચી ગયો. આ તરફ મધ્યપ્રદેશમાં. ઠંડીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે રાત્રે ઈન્દોરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ આવનારા 3 દિવસ. શીત લહેરની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. તો રાજસ્થાનના બીકાનેર, જૈસલમેર, ચૂરુ, હનુમાન ગઢ તેમજ શ્રીગંગાનગર સહિતના વિસ્તારો. ભયાવહ ઠંડીની ઝપેટમાં છે. માઉન્ટ આબુમાં તાપમાન. માઈનસ 3 ડિગ્રીએ પહોંચી ગયું છે. IMDએ કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં. શીત લહેરનું એલર્ટ જાહેર કર્યું છે. અને તે મુજબ જ. રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઓડિશામાં ઠંડી સહિત ગાઢ ધુમ્મસે અનેક શહેરોને તેની ઝપેટમાં લીધાં છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને બુલંદશહેરમાં ગાઢ ધુમ્સની સ્થિતિ છે. હજુ આગામી 15 ડિસેમ્બર સુધી. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં. આ જ સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દિલ્લી સહિત 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.