‘ભાજપના રાજમાં દારૂના અડ્ડાઓ ધમધમ્યા’, લઠ્ઠાકાંડ મામલે શક્તિસિંહ ગોહિલનુ આકરૂ નિવેદન

શક્તિસિંહ ગોહિલે (Shaktisingh Gohil) આક્ષેપ કર્યો કે ભાજપ સરકારના આશીર્વાદથી અને પોલીસની હપ્તાખોરીને કારણે રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 26, 2022 | 1:30 PM

કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) બરવાળા ઝેરી દારૂકાંડ મામલે ગુજરાતની ભાજપ સરકારને (BJP Govt) જવાબદાર ઠેરવી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રોજિદ ગામમાં ઠલવાઇ રહેલા દારૂ મામલે સરપંચે માર્ચ મહિનામાં જ પત્ર લખ્યો હતો તેમ છતાં પોલીસ (gujarat Police) કે સરકારે કોઇ કાર્યવાહી ન કરી.શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે ભાજપ સરકારના આશીર્વાદથી અને પોલીસની હપ્તાખોરીને કારણે રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.ભાજપ સરકાર બુટલેગરોને છાવરે છે. તેનો રાજકીય ઉપયોગ કરે છે તેમજ તેની પાસેથી ચૂંટણી (Election) માટે ફંડ પણ ઉઘરાવે છે. સરકારની આવી નીતિઓને કારણે જ દારૂકાંડ જેવી ઘટનાઓ સર્જાતી હોવાનુ શક્તિસિંહે જણાવ્યુ છે.

ઝેરી દારૂકાંડને પગલે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી

તો બીજી તરફ ધંધુકાના કૉંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે (rajesh gohil) ઝેરી દારૂકાંડની ઘટનાને શરમજનક ગણાવી.રાજેશ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા.અને પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી આપી તેમણે કહ્યું કે રોજીદ ગામના સરપંચની રજૂઆત બાદ તેમણે અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.

બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં અત્યારસુધી 29 જેટલા મોત નિપજ્યા છે,ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor)  દારૂકાંડ પાછળ ભાજપની સરકારને (Gujarat Govt) જવાબદાર ઠેરવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે સરકારની રહેમ નજર હેઠળ ગામેગામ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. જેમાં પોલીસથી માંડીને ઉપરના અધિકારીઓ તેમજ સરકારમાં બેસેલા નેતાઓ પણ ભાગીદાર છે. પોલીસના હાથ બાંધીને સરકાર જ બુટલેગરોને છૂટ્ટો દોર આપ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati