GUJARAT : CM રૂપાણીએ 65મો જન્મદિવસ ઉજવ્યો, નિરાધારોને સહાય અને વિધવા મહિલાઓને પ્રમાણપત્ર એનાયત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનો જન્મ દિવસ અલગ અંદાજમાં ઉજવ્યો. CM રૂપાણીએ સૌપ્રથમ દિગ્ગજ નેતા વજુભાઇ વાળાને નત મસ્તક થઇને 65માં જન્મદિવસે આશીર્વાદ મેળવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:37 PM

GUJARAT : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનો જન્મ દિવસ અલગ અંદાજમાં ઉજવ્યો. CM રૂપાણીએ સૌપ્રથમ દિગ્ગજ નેતા વજુભાઇ વાળાને નત મસ્તક થઇને 65માં જન્મદિવસે આશીર્વાદ મેળવ્યા. તો ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. સંવેદના કાર્યક્રમમાં CM રૂપાણીએ 244 મહિલાઓને વિધવા સહાય યોજના પ્રમાણપત્રનું વિતરણ કર્યું. તો 3,963 બાળકોના ખાતામાં ઓનલાઇન 2 હજારની સહાય પણ આપી. સાથે જ રૂપાણીએ સંવેદના કાર્યક્રમમાં બાળકો સાથે સંવાદ પણ કર્યો. અને નિરાધાન બનેલા બાળકો સાથે ભોજન પણ લીધું. તો મુખ્યપ્રધાન રૂપાણીએ નવી જેલનું ઉદ્દઘાટન પણ કર્યું. આમ CM રૂપાણીએ સાદગીથી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">