Gandhinagar Video : લોકસભા ચૂંટણી માટે 22 લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, કેટલાક નામ નક્કી

|

Feb 27, 2024 | 10:20 AM

ગાંધીનગરમાં આજે સાંજે CM નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. સ્થાનિકો હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક થશે. લોકસભા ચૂંટણીના ઉમેદવાર શોધવાનું કામ ચાલી રહ્યુ છે.

લોકસભા ચૂંટણી હવે નજીકમાં જ છે, ત્યારે ગુજરાતમાં ચૂંટણી માટે ઉમેદવારોને લઈને ભાજપનું મંથન ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં લગભગ 22 લોકસભા બેઠક ની સેન્સ પ્રક્રિયા થઈ પૂર્ણ થઇ ગઇ છે. તો કેટલીક લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ નક્કી જેવુ જ છે. આજે CM નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ઉમેદવારો પર બેઠકમાં ચર્ચા થશે.

CM નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

ગાંધીનગરમાં આજે સાંજે CM નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. સ્થાનિકો હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક થશે. લોકસભા ચૂંટણીના ઉમેદવાર શોધવાનું કામ ચાલી રહ્યુ છે.

ભાજપની સેન્સ પ્રક્રિયાની કામગીરી ચાલુ

ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. 26 લોકસભા બેઠક પર નિરીક્ષકો સેન્સ લેવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં તેમના નામો પર ચર્ચા થશે. લોકસભા બેઠક દીઠ 4થી 5 નામોની પેનલ નક્કી કરવામાં આવશે.

28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા છે. ગુજરાતની પણ કેટલીક બેઠકો જાહેર થવાની પણ શકયતા છે.

કેટલાક નામ નક્કી

26 ફેબ્રુઆરીએ 22 લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ગાંધીનગરમાં અમિત શાહ જ્યારે નવસારીથી સી આર પાટીલનું નામ હોદ્દેદારોએ એક મત સાથે આપ્યું છે. તો ભાવનગરમાં મનસુખ માંડવીયા, જ્યારે મહેસાણામાં નીતિન પટેલનું નામ પણ ચર્ચામાં છે. આજે અમદાવાદ પશ્ચિમ, છોટાઉદેપુર, પાટણ તથા પંચમહાલ લોકસભા માટે સેન્સ લેવાશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:17 am, Tue, 27 February 24

Next Video