AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર: કમલમમાં 75માં પ્રજાસતાક પર્વની ઉજવણી, પાટીલે કહ્યુ-PMના નેતૃત્વમાં શહીદોની કલ્પનાનું ભારત બની રહ્યું છે'

ગાંધીનગર: કમલમમાં 75માં પ્રજાસતાક પર્વની ઉજવણી, પાટીલે કહ્યુ-PMના નેતૃત્વમાં શહીદોની કલ્પનાનું ભારત બની રહ્યું છે’

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 26, 2024 | 11:03 AM
Share

ગાંધીનગરના કોબામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય, કમલમમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં ધ્વજવંદન કર્યુ હતુ. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે કેટલાય શહીદ વીરોએ પ્રાણનું બલિદાન આપી આઝાદી અપાવી છે. શહીદોની શહીદી અને ત્યાગ એળે નહીં જાય.

ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં આજે 26 જાન્યુઆરી 2024ના રોજ 75મા ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના કોબામાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય, કમલમમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં ધ્વજવંદન કર્યુ હતુ.

ગાંધીનગરના કમલમમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે કેટલાય શહીદ વીરોએ પ્રાણનું બલિદાન આપી આઝાદી અપાવી છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહીદોની કલ્પનાનું ભારત બની રહ્યું છે.

આ પણ વાંચો-સુરત: હીરા વેપારીએ 94 લાખનું ઉઠમણું કર્યું, ઉઘરાણી કરવા ગયેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળ્યું, જુઓ વીડિયો

તેમણે જણાવ્યુ હતુ કે, શહીદોની શહીદી અને ત્યાગ એળે નહીં જાય. અધિકાર જ નહીં કર્તવ્યને યાદ રાખી દેશ માટે કામ કરવામાં આવી રહ્યુ છે. આજે ત્યાગ કરનાર શહીદોની આત્માને સંતોષ થતો હશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">